ભૂપેન્દ્ર સરકારમાં MLA નિમિષા સુથારને આદિજાતિ મંત્રી બનાવતા આદિવાસી સમાજે કર્યો વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો

|

Sep 23, 2021 | 4:30 PM

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 25 સભ્યોના આ મંત્રીમંડળમાં નિમિષા સુથારને આદિજાતિ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ બાબતને લઈને આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 25 સભ્યોના આ મંત્રીમંડળમાં નિમિષા સુથારને સ્થાન મળ્યું છે. નિમિષા સુથાર પંચમહાલની મોરવા હડફ બેઠક પરથી ધારાસભ્ય છે. અને તેમને આદિજાતિ મંત્રી બનાવવામાં આવ્યા છે.

નિમિષા સુથારને આદિજાતી મંત્રી બનાવતા એક તરફ વિરોધનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને આદિજાતિ મંત્રી બનાવાતા આદિવાસી સમાજે વિરોધ કર્યો છે. નિમિષા સુથારના આદિવાસી પ્રમાણપત્રના વિવાદ અંગે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અને તેઓ ખરેખર આદિવાસી સમાજના છે કે કેમ તે અંગે કોઈ નિર્ણય આવ્યો નથી. છતા નવી સરકારમાં તેમને આદિજાતિ મંત્રી બનાવતા આદીવાસી સમાજે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને ગોધરા અધિક કલેક્ટરને અને મોરવા હડફના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આ ઉપરાંત નિમિષા સુથારને મંત્રી પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ બાબતે આદિવાસી સમાજના આગેવાન પ્રવિણ પારઘીએ કહ્યું કે, ‘ફરજી છે તેમ છતાં તેમને આદિજાતી મંત્રી બનાવ્યા છે તે શરમજનક વાત છે. જેઓ સાચા આદિવાસી છે અને ધારાસભ્ય છે તેમને પણ હું કહેવા માંગુ છું આનો સખત વિરોધ થવો જોઈએ. મંત્રી પદ સાથે તેમને ધારાસભ્ય પદથી પણ દુર કરવામાં આવે તેવી અમારી માંગણી છે.’ જુઓ વિડીયોમાં આગળ પ્રવિણ પારઘીએ શું કહ્યું.

 

આ પણ વાંચો: GUJARAT : હાલ આ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, વાંચો કયાં-કેટલા ઇંચ ખાબકયો વરસાદ ?

આ પણ વાંચો: Surat : પરિણામના બે મહિના પછી પણ એક લાખ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અધ્ધરતાલ

Next Video