રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડશે, આ જિલ્લાઓમાં હિટવેવની આગાહી

|

May 13, 2022 | 7:46 PM

રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડશે. એક દિવસ હિટવેવ બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે.

રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડશે. એક દિવસ હિટવેવ (Heat wave) બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં રેડ એલર્ટ (Red alert) અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) અપાયું છે. એક દિવસ બાદ તાપમાન 44 ડિગ્રીથી નીચે જશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે. મહત્વનું છે કે, ઉત્તરી પશ્ચિમમાં પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જ્યારે અમદાવાદ 44 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.

ગુજરાતમાં મે મહિનો આકરો બન્યો

ગુજરાતમાં ઉનાળો આકરી ગરમી વરસાવી રહ્યો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. એક દિવસ હીટવેવ બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ તાપમાન 44 ડિગ્રીથી નીચે જશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.

Published On - 6:28 pm, Fri, 13 May 22

Next Video