રાજકોટના આ ઉધોગપતિના ઘરે શાહી લગ્ન પ્રસંગ, ચાર્ટડ પ્લેનમાં જશે જાન અને જમણવારની થાળીના 18 હજાર રૂપિયા

|

Nov 03, 2021 | 12:36 PM

જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી પૈકીની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં ૫૦ હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે!

રાજકોટના આ ઉધોગપતિના ઘરે શાહી લગ્ન પ્રસંગ, ચાર્ટડ પ્લેનમાં જશે જાન અને જમણવારની થાળીના 18 હજાર રૂપિયા
The royal wedding at the house of this industrialist in Rajkot, Jaan will go in a chartered plane and Rs 18,000 for a dinner plate

Follow us on

રાજકોટના કડવા પાટીદાર સમાજના અગ્રણી અને ઉધોગપતિ સેસા ઓઇલ બ્રાન્ડના પ્રણેતા મૌલેશ ઉકાણીના પુત્રના લગ્નોત્સવ ૧૪ થી ૧૬ નવેમ્બર રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાશે.આ લગ્ન પ્રસંગ માટે રાજકોટથી ૩ ચાર્ટડ પ્લેનમાં જાનનું પ્રયાણ થશે.સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ક્યારેય ન યોજાયા હોય તેવી જાજરમાન ભવ્યતિભવ્ય લગ્નોત્સવ યોજાવા જઇ રહ્યા છે.રાજકોટના જાણીતા ઉધોગપતિ મૌલેશભાઇ પટેલ અને સોનલબેન પટેલના સુપુત્ર ચિં.જયના લગ્ન મોરબીની વિખ્યાત આજવીટો ટાઇલ્સવાળા અરવિંદભાઇ પટેલ અને શિતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે આગામી ૧૪-૧૫ અને ૧૬ નવેમ્બરના રોજ રાજસ્થાનના જોઘપુરમાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાશે.

ત્રણ દિવસનો લગ્નપ્રસંગ,ચાર્ટડ પ્લેનમાં જશે જાન

રાજસ્થાનના જોઘપુરમાં આવેલો ઉમેદભવન પેલેસ દેશની મોંઘામાં મોંઘી ગણાતી તાજ હોટેલ સંચાલિત છે.ત્રણ દિવલના કાર્યક્રમમાં ૧૪ નવેમ્બરે મહેંદી રસમ,ભગવાન દ્રારિકાધીશની આરતી યોજાશે,રાત્રીના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમૂદાર પરફોર્મસ આપશે.૧૫ નવેમ્બરે સવારે મંડપ મૂર્હત અને રાત્રે બોલિવુડ નાઇટનું આયોજન જેમાં સચિન જીગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.૧૬મી તારીખે જાજરમાન લગ્ન યોજાશે.લગ્નમાં જવા માટે રાજકોટથી ૩ ચાર્ટડ પ્લેનમાં જાન જશે અને ૩૦૦ જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.ભવનમાં ૭૦ જેટલા રૂમ છે તેની સાથે સાથે વધુ એક હોટેલમાં ૬૭ જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

૧૮ હજાર રૂપિયાની જમવાની થાળી !

ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ ૧૮ હજાર રૂપિયા છે.દેશ અને દુનિયાની નતનવીન આઇટમનો લોકો સ્વાદ માણી શકશે.

કેવો છે ઉમેદભવન પેલેસ ?
જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી પૈકીની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં ૫૦ હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! ઉમેદભવન પેલેસ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ વિશ્વનું એક સૌથી મોટા નીજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે.

અનેક બોલિવુડ સિંગર કરશે પરફોર્મસ,ત્રણ દિવસ રાજસ્થાનના જેધપુરમાં શાહી લગ્નોત્સવ

આ પેલેસમાં ૩૪૭ ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ ૨૬ એકરની જમીનમાં પથરાયેલું છે જેમાં ૩.૫ એકર પર મહેલ બંધાયેલો છે અને ૧૫ એકર પર બગીચા છે. આ પેલેસ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો કેમકે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ પેલેસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે “આરામદાયક વૈભવી હોટેલ (૧૯૭૨થી) ” તાજ, રાજ પરિવારનું નિવાસસ્થાન અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય જેમાં ચિત્રો, હથિયારો, તલવારો, અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત છે.

Published On - 12:26 pm, Wed, 3 November 21

Next Article