
ગુજરાતમાં સીગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં સીગતેલના ભાવમાં, રૂપિયા 850નો ભાવવધારો થયો છે. સીગતેલના ભાવ વધારાનો લાભ મગફળી પકવતા ખેડૂતોને પણ મળવો જોઈએ, પરંતુ સીગતેલના ભાવમાં થયેલા વધારાનો લાભ ખેડૂતોને ક્યારેય મળ્યો નથી. ખેડૂતો તેમની મગફળીનું વેચાણ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં ખુલ્લા બજારમાં કરી દેતા હોય છે જે મોટાભાગે ટેકાના ભાવ કે, ટેકાના ભાવ કરતા વધુના ભાવે વેચતા હોય છે. સીગતેલના ભાવ વધારાની વિપરીત અસર મધ્યમવર્ગીય પરીવારના રસોડા ઉપર જોવા મળતી હોય છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષના સીગતેલના ભાવ જોઈએ તો..
2018માં સીગતેલના ભાવ 1450- 1460
2019માં સીગતેલના ભાવ 1800-1810
2020માં સીગતેલનો ભાવ 2290-2320.
જુઓ વિડીયો.
Published On - 11:59 am, Thu, 25 June 20