Monsoon: આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેવો વરસાદ

|

Sep 20, 2021 | 3:23 PM

રાજ્યભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચાલો જાણીએ કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે.

રાજ્યભરમાં મેઘરાજા ઘણા સમયથી મન મુકીને વરસે છે. આવામાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યાં સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે, બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે.

ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. રાજયમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.

વાત કરીએ 19 સપ્ટેમ્બરની તો આ દિવસે રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા , વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

દેશભરમાં હાલ ચોમાસું સક્રિય છે. તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્રતટ પર સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે. જોકે હવે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે.જ્યારે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.

 

 

આ પણ વાંચો: Anand: ફિલ્મી પ્લાન બનાવીને હવસ સંતોષનાર ફોટોગ્રાફર ,વકીલ અને સરકારી ડોક્ટરની ધરપકડ: ચોંકાવનારી છે આ ઘટના

આ પણ વાંચો: Jamnagar: ખેડૂતો માટે રાહતના સમાચાર, અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ

Next Video