ગુજરાત વિધાનસભા ગૃહમાં ડ્રગ્સનો મુદ્દો ગરમાયો, વિપક્ષનો હલ્લાબોલ

|

Sep 27, 2021 | 3:12 PM

વિધાનસભા ગૃહમાં રાજય સરકારે રાજ્યના 509 માછીમારો પાકિસ્તાનમાં બંધ હોવાનું કબલ્યું છે. જેમાં 1141 બોટ હજુ પાકિસ્તાનના કબ્જામાં હોવાનું કબુલ્યું છે.

રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. વિપક્ષે ડ્રગ્સને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આક્રમક રીતે વિપક્ષને જવાબ આપ્યો હતો. આ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસે 72 કલાકમાં ઓપરેશન પુરૂ પાડ્યું છે. તથા તેમણે ઉમેર્યું કે વિપક્ષને આક્ષેપો કરતા શરમ આવવી જોઈએ, જોકે હર્ષ સંઘવીના નિવેદન બાદ કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. અને, કોંગ્રેસે હર્ષ સંઘવી હાય હાય’ના નારા લગાવ્યા હતા. ત્યારે નીતિન પટેલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સરકારની નીતિ સામે સવાલ કરવો યોગ્ય નહીં હોવાનું નીતિન પટેલે કહ્યું.

વિરજી ઠુમરે સરકારને આરોપીને પકડવા ઉગ્રતાથી રજુઆત કરી. જોકે સરકાર તરફથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જવાબ કહ્યું, ગૃહ વિભાગ સુરક્ષિત હાથમાં છે. એટીએસ દ્વારા ખૂબ મોટું ઓપરેશન પાર લાડયું છે. 30 કિલો જેટલું હિરોઇન પકડ્યું છે .

આ  મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યો ઉભા થઇ ગયા. ગૃહ મંત્રીએ કહ્યું વિપક્ષ પોલીસની કામગીરીને બિરદાવવાને બદલે ટીકા કરે છે.કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકારની મીઠી નજર હેઠળ કરોડોનું ડ્રગ્સ કંડલા પોર્ટ પર ઉતારાયું છે.  જેનો સરકારે જવાબો આપવા જોઇએ. સરકાર લાજવાના બદલે ગાજે છે. પોલીસને સરકારે પટાવાળા બનાવી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા.

તો રાજ્ય સરકારે વિધાનસભામાં માછીમારો મુદ્દે કબૂલાત આપી છે. ગૃહમાં રાજય સરકારે રાજ્યના 509 માછીમારો પાકિસ્તાનમાં બંધ હોવાનું કબલ્યું છે. જેમાં 1141 બોટ હજુ પાકિસ્તાનના કબ્જામાં હોવાનું કબુલ્યું છે. જોકે સરકારે કહ્યું કે 2 વર્ષમાં 376 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. તો તાઉતે વાવાઝોડાને લઇને રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સહાય માગી હતી. જેમાં 11,551 કરોડની સહાય સામે કેન્દ્ર સરકારે 1 હજાર કરોડ ચૂકવ્યા હોવાનું કહ્યું છે.

Next Video