ખુશખબર: રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રથમ 100 પ્રવાસી ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેમાં ફ્રી રાઇડ કરી શકશે

|

Oct 21, 2021 | 12:38 PM

100 કરોડ ડોઝની ઉજવણી પર ઉષા બ્રેકો ભારત સરકાર સાથે મળીને આ ઉજવણીમાં સહભાગી બનવા માટે સામાન્ય જનતાને ફ્રીમાં રોપ-વેની સવારી કરાવશે. તેમાં સૌથી પહેલા આવનારા 100 લોકોને ફ્રી સેવાની તક આપવામાં આવશે.

ખુશખબર: રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રથમ 100 પ્રવાસી ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેમાં ફ્રી રાઇડ કરી શકશે
The good news: The first 100 tourists who have taken both doses of the vaccine will be able to ride for free in Girnar, Pavagadh and Ambaji ropeways.

Follow us on

અમદાવાદઃ દેશમાં કોરોનાની મહામારી (corona pandemic) સામે લડવા માટે કેન્દ્ર સરકાર (central Government) દ્વારા વિશ્વનું સૌથી મોટું અભિયાન રસીકરણ અભિયાન (Vaccination campaign) શરું છે. વિશ્વમાં સૌથી વધારે કોરોના વાયરસ રસી (corona vaccine) આપવાનું અભિયાન હવે ઝડપથી આગળ વધી રહ્યું છે.

દેશમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે દેશ આ પ્રસંગે ઉજવણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગતે ઉષા બ્રેકો કંપની જે જુનાગઢ (junagadh) સહિતના યાત્રાધામ પર્વત ઉપર રોપવેનું સંચાલન કરે છે. ઉષા બ્રેકો કંપનીએ (Usha Braco Company) સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત પહેલા 100 લોકોને જે સંપૂર્ણપણે વેક્સિનટેડ હશે તેમને રોપ વેની ફ્રી રાઈડ (ropeway free ride) કરાવશે. ગુજરાતના (Gujarat) જૂનાગઢ (junagadh) ફરવા જતાં લોકો માટે પણ આ નિર્ણય લાભદાયી ગણી શકાય. આ જૂનાગઢના ગીરનાર (junagadh girnar) સહિત દેશના 7 સ્થળોએ રોપ વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢના પર્વત ઉપર ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દેશમાં 100 કરોડના વેક્સિનના ડોઝ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગીરનાર રોપવે ઉપર પહેલા 100 લોકો ફ્રીમાં મજા માણી શકશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દિલ્હીની ઉષા બ્રેકો લિમિટેડે સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેના અંતર્ગત પહેલા 100 લોકો જે સંપૂર્ણપણે વેક્સિનેટેડ હશે તેમને ગુજરાત, ઉત્તરાખંડ અને કેરળના 7 સ્થળોએ રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

100 કરોડ ડોઝની ઉજવણી પર ઉષા બ્રેકો ભારત સરકાર સાથે મળીને આ ઉજવણીમાં સહભાગી બનવા માટે સામાન્ય જનતાને ફ્રીમાં રોપ-વેની સવારી કરાવશે. તેમાં સૌથી પહેલા આવનારા 100 લોકોને ફ્રી સેવાની તક આપવામાં આવશે. તેમાં ફ્રી રાઈડનો આનંદ માણવા ઈચ્છતા લોકોએ બંને ડોઝના વેક્સિનેશન સર્ટિફિકેટ દેખાડવા પડશે. તેમને દેશભરની 7 જગ્યાઓ ઉપર ઉપસ્થિત રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ થશે.

દેશના આ સ્થળોએ લાગી પડશે સ્કીમ

ગિરનાર રોપવે- જૂનાગઢ
મા મહાકાળી રોપવે- પાવાગઢ
મા અંબાજી રોપવે- અંબાજી
મા મનસા દેવી રોપવે- હરિદ્વાર
મા ચંડીદેવી, હરિદ્વાર- ઉત્તરાખંડ
મલમ્પુજહ રોપવે- પલક્કડ (કેરળ)
જટયૂપારા રોપવે- કોલ્લમ (કેરળ)

આ કંપનીએ કોરોનાની બીજી લહેર બાદ કોરોના વોરિયર્સને રોપવેની ફ્રી રાઈડ કરાવી હતી. તેવામાં હવે આ નવી પહેલ સામાન્ય જનતા માટે છે. ઉષા બ્રેકોના એમડી અપૂર્વ ઝાવરના કહેવા પ્રમાણે તેમણે અગાઉ પણ આ પ્રકારના અભિયાન ચલાવ્યા હતા અને કોરોના વોરિયર્સને ફ્રી રાઈડની વ્યવસ્થા કરી આપી હતી.

ગીરનારમાં રોપવે માટે નિરજ નામના યુવકોને ફ્રી રાઈટ

ઉલ્લેખનીય છે કે ટોક્યોમાં રમાયેલી પેરા ઓલિમ્પિકમાં નિરજ ચોરડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેની ઉજવણી દેશમાં કરવામાં આવી હતી. અને આની ઉજવણીના ભાગ રૂપે ઉષા બ્રેકો કંપનીએ પણ ગીરનાર રોપવેમાં નિરજ નામના યુવકોને રોપવેને ફ્રી રાઈટ આપવામાં આવી હતી.

Published On - 12:33 pm, Thu, 21 October 21

Next Article