હાર્દિક અને ભાજપ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. ભાજપના વખાણ કર્યા બાદ હવે હાર્દિકે પિતાની પુણ્યતિથીના કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું

|

Apr 23, 2022 | 2:38 PM

હાર્દિકે દિલ્હીમાં ભાજપના નેતાઓ સાથે પણ બેઠક કરી હોવાની ચર્ચા છે. આ પહેલા હાર્દિક પટેલ ભાજપના વખાણ કરી ચૂક્યો છે. તેણે રામ મંદિર બનાવવા અને કલમ 370 હટાવવા મુદ્દે ભાજપનાં વખાણ કર્યા હતાં.

હાર્દિક અને ભાજપ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. ભાજપના વખાણ કર્યા બાદ હવે હાર્દિકે પિતાની પુણ્યતિથીના કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું
Hardik Patel (File Photo)

Follow us on

વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ગુજરાત (Gujarat) ના રાજકારણમાં નવાજૂનીનાં સંકેત જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરીને ભાજપના વખાણ કરી પોતાને ચુસ્ત હિન્દુ નેતા ગણાવ્યો ત્યારથી ભાજપ સાથે હાર્દિકનું અંતર ઘટતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજા બાજુ હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રીને લઈને ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે એક એવા સમાચાર મળ્યા છે જેના પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે હાર્દિક ટુંક સમયમાં ભાજપમાં જોડાય જાય તો નવાઈ નહીં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાર્દિક પટેલે 28 એપ્રિલે તેના પિતાની પુણ્યતિથિનું વિરમગામમાં આયોજન કર્યું છે અને પિતાની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં હાજર રહેવા ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું છે. તેણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાનને પણ આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા છે. આ આમંત્રણને પગલે ભાજપના સિનિયર આગેવાનો તેમાં હાજરી આપી શકે છે.

દરમિયાન હાર્દિકે દિલ્હીના ભાજપના નેતાઓ સાથે પણ બેઠક કરી હોવાની ચર્ચા છે. આ પહેલા હાર્દિક પટેલ ભાજપના વખાણ કરી ચૂક્યો છે. તેણે રામ મંદિર બનાવવા અને કલમ 370 હટાવવા મુદ્દે ભાજપનાં વખાણ કર્યા હતાં. હાર્દિકે તાજેતરમાં જ વડાપ્રધાનના ટ્વીટ પર જય સરદારની ટિપ્પણી પણ કરી હતી. બીજી તરફ હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે નારાજગી વ્યક્ત કરી તેથી તે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં હાર્દિક પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હાર્દિક એક સળગતો કોલસો છે, જે પકડે એના હાથ દાઝેઃ સંઘાણી

જોકે એક વાત એવી પણ છે કે ભાજપના સિનિયર નેતાઓમાં હાર્દિકને લઈને નારાજગી પ્રવર્તી રહી છે. ભાજપના સિનિયર આગેવાન દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલ અંગે tv9 સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોને ક્યાં જોડાવું એ દરેક વ્યક્તિનો અંગત નિર્ણય છે. હાર્દિક માટે કઈ કહેવું અઘરું છે કેમ કે એણે જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે કોઈ પાર્ટીમાં નહિ જોડાય એવું કહ્યું હતું, પણ પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસમાં ગયા,
કોંગ્રેસને એમનાથી કોઈ ફાયદો ના દેખાતા હવે એને ઘાસ આપતા નથી. તેમણે કહ્યું કે હાર્દિક કટ્ટર છે અને કટ્ટરવાદને ગુજરાતમાં સ્વીકૃતિ નથી. એને ભાજપમાં જોડવા કે નહિ એ પાર્ટીનો નિર્ણય છે. મારું વ્યક્તિગત મંતવ્ય છે કે હાર્દિક એક સળગતો કોલસો છે, જે પકડે એના હાથ દાઝે.

હાર્દિક પટેલનું નિવેદન પક્ષની આંતરિક બાબત, તેની સાથે વાતચીત ચાલે છેઃ જગદીશ ઠાકોર

બનાસકાંઠામાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલી માતાની દીકરીને આજે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પરણાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ધારાસભ્યો અને કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. જ્યારે હાર્દિક પટેલના નિવેદનને પક્ષની આંતરિક બાબત ગણાવી. સમગ્ર મામલે હાર્દિક સાથે વાતચીત થઈ છે. સમગ્ર મામલે વાતચીત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચોઃ નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને રાજકોટ આવવા રવાના, મે મહિનામાં રાજકારણમાં જોડવાની શક્યતા

આ પણ વાંચોઃ Vadodara: વિશ્વામિત્રીના કાંઠે ચાલીતી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 10 હજાર લિટર વોશ અને 52 પીપળા દેશી દારૂનો જથ્થો પકડાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article