અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલની હાલત કફોડી બની, દર્દીઓને 108 અને કમ્પાઉન્ડમાં બેડ પર સારવાર લેવાનો વારો આવ્યો!

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં આજે 5,400 ઉપર કેસ નોંધાયા તો અમદાવાદ શહેરમાં 1,400 ઉપર કેસ નોંધાયા છે.

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલની હાલત કફોડી બની, દર્દીઓને 108 અને કમ્પાઉન્ડમાં બેડ પર સારવાર લેવાનો વારો આવ્યો!
| Edited By: | Updated on: Apr 11, 2021 | 10:22 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં આજે 5,400 ઉપર કેસ નોંધાયા તો અમદાવાદ શહેરમાં 1,400 ઉપર કેસ નોંધાયા છે. જે આજ સુધીના ઓલટાઈમ હાઈ કેસ માનવામાં આવી રહ્યા છે પણ તેનાથી પણ ચિંતાનો વિષય એ છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ 108 એમ્બ્યુલન્સમાં આવી, કમ્પાઉન્ડમાં બેડ પર સારવાર લેવાનો વારો આવ્યો છે. કેમ કે સિવિલ હોસ્પિટલમાં 108ની કોરોના દર્દીઓ સાથે એડમિશન લેવા માટે લાઈનો લાગી છે. કોઈ સાંજનું આવીને રાહ જોઈ રહ્યું છે તો અન્ય દર્દી પર 108માં સતત આવતા 108નો સિવિલ હોસ્પિટલનો જમાવડો થયો છે.

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 1,200 બેડ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ જવાના કારણે 108ની લાઈનો લાગી છે. તેમજ દર્દીઓને કેન્સર હોસ્પિટલમાં શિફ્ટ કરવાને લઈને કમ્પાઉન્ડમાં બેડ પર સારવાર લેવા દર્દી મજબૂર બન્યા છે તો એક જ 108 એમ્બ્યુલન્સમાં બે દર્દીઓ એક સાથે રખાયાની પણ વિગતો સામે આવી. જે તમામ ઘટનાએ હોસ્પિટલ અને સરકારના આયોજનની પોલ ખુલી પાડી દીધી છે.

 

કેમ કે તંત્ર અને સરકારને ખ્યાલ હતો કે રાજ્ય અને શહેરની પરિસ્થિતિ વણસી રહી છે તો તેની સામે તે પ્રકારની વ્યવસ્થા કેમ ન કરાઈ તે પણ શહેરીજનોમાં ચર્ચા વ્યાપી છે. જેની સામે યોગ્ય વ્યવસ્થાની માંગ ઉઠી છે. જેથી દર્દી. તેમના પરિવારજનો અને શહેરીજનોને હાલાકી ન પડે અને વણસી રહેલી પરિસ્થિતિને કાબુમાં લઈ શકાય.

 

આ પણ વાંચો: LOCKDOWN IN MAHARASHTRA : ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં 2 અઠવાડિયાના કડક લોકડાઉનનું સૂચન કર્યુ, સોમવારે લોકડાઉનની જાહેરાત થવાની શક્યતા