રાજયની પાંચ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો માટે મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયા ફાળવ્યા

|

Dec 30, 2021 | 4:19 PM

ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી (Patdi) નગરપાલિકાને ૭.પ૮ કરોડ રૂપિયા, જામનગરની ધ્રોળ (dhrol) નગરપાલિકાને ૮.૩૭ કરોડ રૂપિયા, (botad) બોટાદને ૧૧.પ૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારની છોટાઉદેપૂર (chota udepur) નગરપાલિકાને રૂ. ૨.૧૮ કરોડ તથા સંતરામપૂર (santrampur) નગરપાલિકાને રૂ. ૧૦.પ૬ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

રાજયની પાંચ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો માટે મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયા ફાળવ્યા
CM Bhupendra Patel (file)

Follow us on

સૌરાષ્ટ્રના પાટડી-ધ્રોળ-બોટાદ-છોટાઉદેપૂર-સંતરામપૂર નગરપાલિકાની પાણી પૂરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૪૦.૪૪ કરોડ રૂપિયા પાંચ (Municipality)નગરપાલિકાઓને પાણી પૂરવઠાની (Water supply scheme) વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે.

ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી (Patdi) નગરપાલિકાને ૭.પ૮ કરોડ રૂપિયા, જામનગરની ધ્રોળ (dhrol) નગરપાલિકાને ૮.૩૭ કરોડ રૂપિયા, (botad) બોટાદને ૧૧.પ૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારની છોટાઉદેપૂર (chota udepur) નગરપાલિકાને રૂ. ૨.૧૮ કરોડ તથા સંતરામપૂર (santrampur) નગરપાલિકાને રૂ. ૧૦.પ૬ કરોડની રકમ ફાળવવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ નગરપાલિકાઓમાં આગામી ર૦પ૧-પરની વસ્તીની પાણીની જરૂરિયાતોના અંદાજો ધ્યાનમાં લઇને આ દરખાસ્તો કરી હતી. જેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પાંચ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ૪૦ કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ જે નગરપાલિકાઓમાં આ કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. તેમાં પાટડી નગરપાલિકામાં ગુજરાત પાણી પૂરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની યોજના મારફતે બજાણા હેડવર્કસથી પાણી પમ્પ કરીને મેઇન હેડવર્કસની ૭ લાખ લીટરની વર્તમાન ટાંકીમાં પાણી ચડાવી શહેરને અપાશે.

પાટડીમાં હાલ જે પાતાળકુવા અને સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી પાણી પુરૂં પાડવામાં આવે છે તેમાં આ યોજના પૂરક બનશે. ધ્રોળ નગરપાલિકામાં હયાત રપ૦ મી.મી. ડાયાની પાઇપલાઇન ૩૦ વર્ષથી વધારે સમયથી છે તેને બદલવા અને નવિન યોજના તૈયાર કરવા માટે રૂ. ૮.૩૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.

બોટાદ નગરપાલિકામાં નવા ૩ ઝોનમાં વિકસીત વિસ્તારોમાં પીવાના પાણીના નેટવર્ક માટે ૧૧.પ૮ કરોડ રૂપિયાની રકમ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂરમાં દૈનિક ધોરણે તમામ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે તેમજ સંતરામપૂરમાં તમામ પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરીના આયોજન માટે અનુક્રમે રૂ. ર.૧૮ કરોડ તથા રૂ. ૧૦.પ૬ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.

આ પણ વાંચો : Anand: સુણાવની શાળામાં 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ, 15 દિવસ માટે શાળા કરાઇ બંધ, વાલીઓની ચિંતામાં વધારો

આ પણ વાંચો : SURAT : કોરોના કેસોમાં ઉછાળો, ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા તાકીદ કરાઇ

Published On - 4:19 pm, Thu, 30 December 21

Next Article