
સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં યુવતીની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રૂમનો દરવાજો બહારથી બંધ હતો. જો કે, ગામવાસીઓએ દરવાજો તોડી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી થાઈલેન્ડની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે…
સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે તે પણ થાઈલેન્ડની મહિલાનો મૃતદેહ ઘરમાંથી સળગેલી હાલતમાં મળી આવી સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નાગીનભાઈ પરભુભાઈ પટેલે પોતાનું મકાન ભાડે આપ્યું છે. જેમાં થાઈલેન્ડની મીમ્મી નામની મહિલા ભાડે રહેતી હતી. ગત રોજ મિમ્મીને રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીને મળીને ઘરે કોઈ છોડી ગયું હતું. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે….
ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટ આ સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી જેમાં રાત્રી દરમિયાન થાઈલેન્ડની યુવતીના થયેલા મોતના પગલે પોલીસ તપાસ કરી રહી છે. જેમાં યુવતી સળગી ગઈ છે. ઘરના દરવાજો જોતા એક સાઈડનો ભાગ પણ સળગી ગયો છે.એટલે આખી ઘટનામાં મહિલા હત્યા કે કોઈ અકસ્માત છે તે મોટો સવાલ છે તર બાબતે FSL ની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે…
આ પણ વાંચોઃકોરોનાકાળ બાદ સુરત એરપોર્ટ ફરી થયુ ધમધમતુ, ડોમેસ્ટીક 20 ફલાઈટની થઈ આવનજાવન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:02 am, Sun, 6 September 20