ગુજરાત યુનિ.માં પણ ABVPનો હોબાળો, શિક્ષણ-વહીવટી કાર્ય બંધ કરાવ્યા

|

Oct 13, 2021 | 5:12 PM

સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ પર થયેલા દમનનો વિરોધ હવે રાજ્યભરમાં પ્રસર્યો છે. અમદાવાદ, જામનગર, રાજકોટ અને વડોદરામાં આજે ABVPએ ઉગ્ર વિરોધ કર્યો. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિ.માં પોલીસે હોબાળો મચાવ્યો

સુરતમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દમન બાદ વિદ્યાર્થી આંદોલન પ્રસર્યું છે. આજે અમદાવાદમાં પણ ABVPના કાર્યકરોએ સુરતની ઘટનાનો ઉગ્ર વિરોધ કરાવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કરાવ્યો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય’ અને પોલીસ કા એજન્ડા સાફ હૈ, ગરબા ખેલના પાપ હૈ’ જેવા નારા લાગ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જો કે સુરતવાળી અમદાવાદમાં ના થાય એ માટે પોલીસે ABVPના કાર્યકરોની અટકાયત ટાળી હતી.

સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ પર થયેલા દમનનો વિરોધ હવે રાજ્યભરમાં પ્રસર્યો છે. અમદાવાદ, જામનગર, રાજકોટ અને વડોદરામાં આજે ABVPએ ઉગ્ર વિરોધ કર્યો. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિ.માં પોલીસે હોબાળો મચાવ્યો તો વડોદરામાં પણ ABVPનું આંદોલન ઉગ્ર બન્યું. રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં ABVPના કાર્યકરોએ સુરત પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વડોદરા ABVPએ MSUની મુખ્ય કચેરીને તાળુ મારવાની કોશિશ કરતા વિદ્યાર્થી નેતાઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઇ. ગુજરાત યુનિવર્સિટીમાં પણ ABVPના કાર્યકરોએ શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કર્યો.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપી હતી. બાદમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ વિવાદ વકર્યો છે.

Next Video