Surat: દિવાળીમાં ટેક્સટાઈલ મિલોના કામદારોને માત્ર 6 દિવસનું વેકેશન, જાણો કેમ ઘટાડ્યો વેકેશનનો સમય

|

Oct 24, 2021 | 4:14 PM

કોરોનાના કપરા કાળ બાદ ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડી છે. બીજી તરફ લગ્નસરાની સિઝનને જોતા ઘરાકી પણ ખુલી છે. ત્યારે ટેક્સટાઈલ પ્રોસેસર્સ યુનિયને દિવાળી વેકેશન ઘટાડ્યું છે.

સુરતમાં ટેકસટાઇલ મિલો 6 દિવસના જ મીની વેકેસશ પણ છે. પહેલા આ વેકેશન વધુ રાખવામાં આવતું હતું. પરંતુ હવે તેનો સમય ઘટાડવામાં આવ્યો છે. આ વર્ષે માત્ર 6 દિવસનું જ વેકેશન મિલ કામદારો ભોગવી શકશે. સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને દિવાળી વેકેશનમાં માત્ર 6 દિવસ મિલ બંધ રાખવાનો નિર્ણય કર્યો. કોરોનાના કપરા કાળ બાદ ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડી છે. બીજી તરફ લગ્નસરાની સિઝનને જોતા ઘરાકી પણ ખુલી છે. ત્યારે ટેક્સટાઈલ પ્રોસેસર્સ યુનિયને સૌના હિતમાં દિવાળી વેકેશન ઓછું રાખવાનું નક્કી કર્યું છે.

કાપડના પ્રોસેસિંગ, લુમ્સ, એમ્બ્રોઈડરી, નીટિંગ અને વેલ્યુ એડિશન સાથે 12 લાખ લોકો જોડાયેલા છે. અગાઉ મહિના સુધીના વેકેશન આપવામાં આવતા હતા. પરંતુ જો માર્કેટ દિવાળી વેકેશનમાં મહિનો બંધ રહે તો 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય એમ છે. જે હાલમાં કોરોના કાળમાં ઉદ્યોગ માલિકો અને કારીગરોને અત્યારે પોસાય તેમ નથી. જેથી સૌના હિતમાં દિવાળી વેકેશન ઘટાડવામાં આવ્યું છે. જાહેર છે કે બે વર્ષ બાદ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે વેપારીઓને નુકસાનથી ઉભરવા અને અમુક વેપારીઓએ ગાડી પાટે ચડાવવા માટે આ નિર્ણય લીધો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: 25 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ, આવી ચાલાકીથી કરી રહ્યા હતા હેરફેર

આ પણ વાંચો: Ahmedabad: આડા સંબંધની શંકામાં વધુ એક હત્યા, પતિએ ઢોર માર મારીને પત્ની કરી હત્યા, આ રીતે થયો હત્યાનો ખુલાસો

Next Video