Tapi: કુકુરમુંડાના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ આજે પણ શાળાએ પગપાળા જવા મજબુર, અનેક રજૂઆતોનું પરિણામ શૂન્ય

|

Jul 05, 2022 | 10:01 AM

તાપીના કુકરમુંડા તાલુકાના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું બચાવી લેવા માટે બસની સુવિધા આપવા માટે કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

Tapi: કુકુરમુંડાના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ આજે પણ શાળાએ પગપાળા જવા મજબુર, અનેક રજૂઆતોનું પરિણામ શૂન્ય

Follow us on

Tapi: તાપીના કુકરમુંડા તાલુકાના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું બચાવી લેવા માટે બસની સુવિધા આપવા માટે કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં વિદ્યાર્થીઓ માટે સુવિધાના નામે મીંડુ હોય તેવું લાગી રહ્યું છે. તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાનાં પૂર્વ વિસ્તારના ગામો ચિરમટી, આષ્ટા, આશ્રાવા, મટાવલ, આમોદા, પીપલાસ, હથોડા જૂના ઉટાવદ, બહુરૂપા, બાલદા, નિમ્ભોરા, સદ્ગ્વાણ, ઉભદ, હોળ, ભમસાળ, પિશાવર મળીને કુલ 17 જેટલા ગામોના વિદ્યાર્થીઓ અને લોકોને તાલુકા મથક સુધી આવવા જવા માટે બસ કે અન્ય કોઈ ખાનગી વાહનોની સુવિધા પણ આ રૂટ પર ઉપલબ્ધ નથી.

જેથી વિદ્યાર્થીઓ 10થી 15 કિમી ચાલતા આવે છે. તેઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. માંડમાંડ ધોરણ 12 સુધી ભણ્યા પછી તેઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સધ્ધર ન હોવાથી અભ્યાસ છોડી મજૂરી કરવા માટે મજબૂર બને છે. જો તંત્રને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓની ચિંતા હોય તો આ રૂટ પર એક લોકલ બસની વ્યવસ્થા કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી છે. જો સાત દિવસમાં અમારી માંગ સંતોષવામાં ન આવે તો આ વિસ્તારના વિધ્યાર્થીઓ અને 17 ગામના લોકો મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આશ્રાવા ખાતે હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. એવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે દિવાળી પહેલા કુકરમુંડા મામલતદાર મારફતે સોનગઢ ડેપો મેનેજરને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ આવી શક્યું નથી. જોકે ફરી એકવાર વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં બસ સેવા શરૂ કરી આપવાની હૈયા ધરપત આપવામાં આવી છે.

Published On - 10:01 am, Tue, 5 July 22

Next Article