TAPI : લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ધરતીપુત્રોમાં હરખની હેલી

|

Aug 13, 2021 | 4:39 PM

લાંબા વિરામ બાદ વ્યારા તેમજ આસપાસના પંથકમાં વરસાદનું આગમન થયું છે. વરસાદ શરૂ થતા ગરમીથી ત્રાહીમામ થયેલા લોકોને રાહત મળી છે. અને ખેડૂતોના પાકને જીવંતદાન મળ્યું છે.

TAPI : લાંબા વિરામ બાદ વ્યારા તેમજ આસપાસના પંથકમાં વરસાદનું આગમન થયું છે. વરસાદ શરૂ થતા ગરમીથી ત્રાહીમામ થયેલા લોકોને રાહત મળી છે. અને ખેડૂતોના પાકને જીવંતદાન મળ્યું છે.જેથી ધરતીપુત્રોમાં હરખની હેલી પ્રસરી છે. નોંધનીય છેકે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં નહિવત વરસાદ નોંધાયો છે. જેથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે. હજુપણ રાજયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઇ નથી. જેથી રાજયભરમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. અને, જો હજુપણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોએ વાવેલો પાક બળવાની તૈયારીમાં છે. જેથી મેઘરાજા મહેરબાન થાય તે જરૂરી છે.

 

Next Video