Tapi: તાપી જિલ્લાનાં વાતાવરણમાં પલટો, વ્યારા સહિત આસપાસનાં વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ

|

Jun 14, 2021 | 1:20 PM

Tapi : સવારથી તાપી જિલ્લાનાં  વાતાવરણમાં(Atmosphere) પલટો આવ્યો છે, વ્યારા સહિત આસપાસનાં વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Tapi : સવારથી તાપી જિલ્લાનાં  વાતાવરણમાં(Atmosphere) પલટો આવ્યો છે, વ્યારા સહિત આસપાસનાં વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સામાન્ય રીતે મુંબઈમાં (Mumbai) વરસાદની એન્ટ્રી થતા જ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતના ચોમાસાની આગાહી કરવામાં આવી હતી,  હવામાન વિભાગનું માનીએ તો આ વખતે ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે.

આગાહી મુજબ ગુજરાતમાં(Gujarat) આ વખતે 13 જુનથી જ ચોમાસુ બેસી ગયું છે,  ઉપરાંત આ વર્ષ સૌરાષ્ટ્રમાં (Saurashtra) 36 ઈંચ જેટલો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને  કચ્છમાં(Kutch) આ વખતે ચોમાસું બેસવામાં વિલંબ લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે.

વ્યારા સહિત આસપાસનાં વિસ્તારમાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ,  જો કે  ચોમાસાની શરૂઆતમાં જ સુરત, ભરૂચ અને અમરેલી સહિતનાં શહેરોમાં વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે.

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં ચોમાસાના પહેલા વરસાદમાં જ 2 ઈંચ જેટલો વરસાદ પડતા ગામની બજારોમાં પૂર જેવી સ્થતિ સર્જાય હતી.  ઉપરાંત સાવરકુંડલાનાં આંબરડી, ભાડ, ઈંગોરાળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાનો ” શેલ દેદુમલ ” ડેમ ઓવરફ્લો (Over flow) થયો હતો , જેને કારણે  ડેમનાં બે દરવાજા પણ ખોલવાની ફરજ પડી હતી.

સામાન્ય રીતે દેશમાં કેરળમાં(Kerala) નૈઋત્વનાં પવનો વરસાદ લાવે છે અને કેરળ રાજ્યથી જ દેશમાં ચોમાસુ બેસવાની શરૂઆત થાય છે,  ઉપરાંત ચોમાસાને લનોની અને અલનોની પણ અસર થાય છે.

Next Video