Tapi : 13 ઓક્ટોબર સુધી તાપી જિલ્લા કલેકટર કચેરીમાં ધરણા-ઉપવાસ પર પ્રતિબંધ

|

Sep 30, 2022 | 10:09 AM

આ કચેરીના પ્રાંગણમાં કે તેની આસપાસ કોઈએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં

Tapi : 13 ઓક્ટોબર સુધી તાપી જિલ્લા કલેકટર કચેરીમાં ધરણા-ઉપવાસ પર પ્રતિબંધ
Tapi: Ban on sit-in and fast in Tapi district collector office till October 13(File Image )

Follow us on

હાલ ગુજરાત (Gujarat ) રાજયમાં ઠે૨ ઠે૨ ગેરકાયદેસર મંડળી રચી ધરણા કે ઉપવાસ (Fast ) ૫૨ કોઈપણ જાતની પરવાનગી લીધા વગર વિવિધ રાજકીય (Political ) પક્ષોના કાર્યકરો કે માંગણીઓ લઈને બેસવાની ઘટનાઓ વારંવા૨ બનવા પામી છે. તાપી જિલ્લામાં પણ નાગરીકો પોતાની માંગણી, રજુઆત ત૨ફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ કે પછી પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપ૨ પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતું અને મનસ્વી આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેના કારણે જિલ્લા સેવા સદન કચે૨ીમાં તેમજ જાહે૨માર્ગ ૫૨ તેના લીધે મુશ્કેલી ઉભી થઇ રહી છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે હાલાકી અને પરેશાની પણ સર્જાય છે. જેથી તાપી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી ને નુકશાન ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાઈ ૨હે તે હેતુ સાથે તેમજ જિલ્લા સેવા સદનના પરીસ૨માં વિવિધ વિભાગોની મોટાભાગની કચેરીઓ આવેલ હોવાથી આ કચેરીઓમાં આવના૨ નાગરીકોને કોઈપણ જાતની અડચણ ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે ઉપરાંત જિલ્લામાં પણ સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તાપી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એક જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામા દ્વારા તાપી જિલ્લા સેવા સદનના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારને તા.13 ઓક્ટોબર સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે.

આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ, આ કચેરીના પ્રાંગણમાં કે તેની આસપાસ કોઈએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં, કોઈપણ વ્યકિતએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અથવા ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં તેમજ કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે ન રાખવા, ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા કે સરઘસ જેવા કૃત્યો કરવા નહિ, પ્રતિબંધિત વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ હુકમ સરકારી નોકર કે સરકારની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહી.આ હુકમ તા.13 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ના પગલા લેવા માટે કોઈપણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેના ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

Next Article