TAPI : ડોસવાડા ડેમ એલર્ટ લેવલ પર, ડેમ ગમે ત્યારે ઓવરફલો થશે

|

Jul 27, 2021 | 5:55 PM

સોનગઢના ડોસવાડા ખાતે આવેલો ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ એલર્ટ લેવલ પર પહોંચ્યો છે. ડોસવાડા ડેમ તેની પૂર્ણ જળસપાટીથી માત્ર 0.76 મીટર ભરાવવાનો બાકી રહ્યો છે.

TAPI : જિલ્લાના સોનગઢના ડોસવાડા ખાતે આવેલો ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ એલર્ટ લેવલ પર પહોંચ્યો છે. ડોસવાડા ડેમ તેની પૂર્ણ જળસપાટીથી માત્ર 0.76 મીટર ભરાવવાનો બાકી રહ્યો છે. ડેમ પર કોઈ ગેટ ન હોય જેથી કોઈપણ સંજોગોમાં ઓવરફ્લો થઈ શકે છે. અને એટલે જ ડોસવાડા ડેમની નીચેના ભાગના ડોસવાડા, ખાંજાર, કનાળા, ચોરવાડ, ખરશી, ખડકા, ચીખલી જેવા 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છેકે છેલ્લા 3થી 4 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ડેમોમાં પાણીની આવક થઇ રહી છે.

 

Next Video