તાપી : વાલોડમાં ‘સર્વ શિક્ષા અભિયાન’ અંતર્ગત સરકારે શરુ કરી ટેન્ટ શાળા, નાસ્તા પેટે બાળક દિઠ માત્ર 5 રૂપિયા ફાળવ્યા

|

Mar 07, 2023 | 11:58 AM

વર્ષના ચાર મહિના રોજગાર મેળવવા આવતા આ શ્રમિકો તેમના બાળકોને પણ સાથે લઈને આવે છે. આ સમય દરમિયાન તેમના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે વાલોડ ખાતે ટેન્ટ શાળા શરૂ કરવામાં આવી છે.

તાપી : વાલોડમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારે શરુ કરી ટેન્ટ શાળા, નાસ્તા પેટે બાળક દિઠ માત્ર 5 રૂપિયા ફાળવ્યા

Follow us on

સર્વ શિક્ષા અભિયાનના ભાગરૂપે રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર તરફથી ટેન્ટ શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેનો લાભ બહારગામથી મજૂરી અર્થે આવતા મજૂરોના બાળકોને મળે છે. દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી આવી સુગર મિલોમાં ખાસ શેરડી કાપવા માટે ડાંગ, નિઝર સહિત મહારાષ્ટ્ર રાજ્યમાંથી મજૂરો અહીં આવતા હોય છે.

આ પણ વાંચો : Tapi : નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે રિવરફ્રન્ટ ઉપર ગંદકી, દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ

વર્ષના ચાર મહિના રોજગાર મેળવવા આવતા આ શ્રમિકો તેમના બાળકોને પણ સાથે લઈને આવે છે. આ સમય દરમિયાન તેમના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે વાલોડ ખાતે ટેન્ટ શાળા શરૂ કરવામાં આવી છે. જે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી નાના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

સરકારે નાસ્તા પેટે બાળક દીઠ 5 રૂપિયા ફાળવ્યા

બાળકોના અભ્યાસ માટે તો સરકારે સુંદર વ્યવસ્થા કરી, પરંતુ સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ટેન્ટ શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને નાસ્તા માટે સરકાર તરફથી બાળક દિઠ માત્ર પાંચ રૂપિયા જ ફાળવવામાં આવ્યા છે. 6 કલાકમાં બાળકોને ફક્ત પાંચ રૂપિયાનો નાસ્તો આપવામાં આવે છે.

એક તરફ સરકાર કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર મળે તે માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, તો બીજી તરફ ગરીબ પરિવારના બાળકો માટે ફક્ત પાંચ રૂપિયાનો નાસ્તો આપવામાં આવે છે તે જરા પણ યોગ્ય નથી. જેથી વાલીઓ અને શિક્ષક પણ બાળકોને નાસ્તાને બદલે ભોજન આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

ટેન્ટ શાળામાં આવતા એક બાળક દિઠ ફક્ત પાંચ રૂપિયાનો નાસ્તો જ આપવામાં આવે છે, તેની જાણ સ્થાનિક અધિકારીને છે, છતાં આ અંગે કોઈ રજૂઆત નથી કરવામાં આવી. શું અધિકારીઓ પણ એ વિચારમાં સક્ષમ નથી કે આટલા નાના બાળકને છ કલાકમાં ફક્ત પાંચ રૂપિયાનો નાસ્તો ન ચાલે. આથી આગળ વાત કરીએ તો શું ફક્ત પાંચ રૂપિયાના પેકેટ આપી દેવાથી આ બાળકોને પોષણ મળશે. શું બાળકલ્યાણ વિભાગને આ વાતની જાણ છે ? કહેવાય છે કે ભૂખ્યા પેટે તો ભજન ન થાય તો આટલા નાના બાળકો ભણશે કેવી રીતે તે મોટો સવાલ છે. સાથે જ આ અંગે સ્થાનિક તંત્ર કે સરકાર કંઈ કરશે કેમ તે વિચાર માગી લે તેવો પ્રશ્ન છે.

Published On - 10:37 am, Tue, 7 March 23

Next Article