Tapi : ગુજરાત રાજ્યના મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મુકેશ પટેલે જુનાબેજ ગામની લીધી મુલાકાત, 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીની આ ગામમાં થઈ એન્ટ્રી

|

May 18, 2023 | 8:21 PM

ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ દ્વારા તાપી જિલ્લાના કુકરમુંડાના જુનાબેજ ગામની મુલાકાત લીધી, ગ્રામજનો સાથે શિક્ષણ, આરોગ્ય વગેરેને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી.

Tapi : ગુજરાત રાજ્યના મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મુકેશ પટેલે જુનાબેજ ગામની લીધી મુલાકાત, 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીની આ ગામમાં થઈ એન્ટ્રી

Follow us on

તાપીમાં કુકરમુંડામાં આવેલા જુનાબેજ ગામની મુલાકાત તાપી જિલ્લા પ્રભારી અને ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ દ્વારા લેવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીએ જુનાબેજ ગામની મુલાકાત લીધી છે. તાપી જિલ્લામાં ગુજરાત રાજ્ય મંત્રી મૂકેશ પટેલ પ્રભારી બન્યા પછી ગામડાઓની પરિસ્થિતિ અંગે ખ્યાલ મેળવી દરેક ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તેવા કાર્યો હાથ ધર્યા હતા.

ગામમા 48 પરિવારો કરે છે વસવાટ

તાપીનું જુનાબેજ ગામ જે 1968 થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ઠ ગામનાં 48 પરિવારો હયાત વસવાટ કરે છે પણ ત્યાં આજ દીન સુધી વીજળીની વ્યવસ્થા થઈ ન હતી. ગ્રામજનોએ આ બાબતે જણાવ્યુ કે તાપી જિલ્લાના વિકાસ માટે મંત્રી મુકેશભાઈ પટેલ અવિરત કાર્ય કરી રહ્યા છે. આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેભાઈ પટેલ કુકરમુંડા તાલુકાના જુનાબેજ ગામની મુલાકાતે હતાં. જ્યાં જુનાબેજ ગામ જે 1968 થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે. ત્યારે આ ગામમા 48 પરિવારો હયાત અત્યારે વસવાટ કરી રહ્યાં છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

શિક્ષણ, આરોગ્ય, વગેરેને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી

જુનાબેજ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પહેલેથી હતો. આ વાત ગૂજરાત રાજ્ય મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મૂકેશ પટેલને કાને આવતા ઓચિંતી આ ગામની મુલાકાત તેમણે લીધી હતી. જેમાં ગામ લોકોને જે પાયાની જરૂરિયાતો છે. જેવી કે શિક્ષણ, આરોગ્ય, વગેરેને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી જે તે અઘિકારીઓને દીશા નિર્દેશ કર્યા હતાં. ગામની પાયાની જરૂરિયાતો જલ્દી મળી રહે એ માટે ગામના પરિવારો સાથે પોતે સ્થળ મુલાકાત લઈ ખરેખર સાચી હકીકત જાણી હતી.

આ પણ વાંચો : આવતીકાલથી કેવડિયામાં યોજાશે ગુજરાત સરકારની 10મી ત્રિદિવસીય ચિંતન શિબિર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગ્રામજનોને પડતી તકલીફો તાત્કાલિક દુર થાય અને ગામમાં વિકાસ કાર્યોને વેગ મળે એ માટે સંલગ્ન અધિકારીઓને દિશા નિર્દેશ આપી ગામના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યુ હતું. સંપૂર્ણ ગામને દરેક પ્રકારની પ્રાથમિક સુવિધા થી સજ્જ કરાશે તેવું ગુજરાત વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article