TAPI : ઉકાઈ ડેમમાં જળસપાટીમાં વધારો, ડેમનું જળસ્તર 341.39 ફૂટ પહોંચ્યું

|

Sep 22, 2021 | 12:59 PM

આ પૂર્વે 14 સપ્ટેમ્બરના રોજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાયો હતો. ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલીને 98 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તાપી નદીના નવા નીર ઉમેરાયા છે. જેના કારણે તાપી જિલ્લાના ઉકાઇ ડેમની જળસપાટીમાં વધારો થઇ રહ્યો છે. હાલ ડેમનું જળસ્તર 341.39 ફુટ પર પહોંચ્યું છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી 36,121 ક્યુસેક પાણી આવતા ડેમની સપાટી 341.39 ફૂટ પર પહોંચી છે. હાલ રુલ લેવલ મેન્ટેઇન કરવા ડેમના હાઇડ્રો પાવરમાંથી 1100 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નોંધનીય છેકે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

આ પૂર્વે 14 સપ્ટેમ્બરના રોજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાયો હતો. ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલીને 98 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જે બાદ તાપી નદીકાંઠે આવેલા સંખ્યાબંધ ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે  ભારે વરસાદ પડી શકે છે

Next Video