TAPI : જિલ્લામાં કેસરિયો લહેરાયો, તાલુકા પંચાયતની 5 બેઠક પર જીત

|

Oct 05, 2021 | 5:57 PM

ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની છઠ્ઠી બેઠક શાલે અગાઉ બીજેપી ના ફાળે બિનહરીફ થઈ હતી એટલે કહી શકાય કે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં છ બેઠકો સંપૂર્ણ બીજેપી હસ્તગત ગઈ છે,

તાપી તાલુકા પંચાયતની પાંચ અને જિલ્લા પંચાયતની એક સહિતની તમામ બેઠકો પર ભાજપનો જ્વલંત વિજય થયો છે. તાપી તાલુકા પંચાયતમાં કેડકુંઈ, બાલપુર, ઘાટા, ખેરવાળા, બહેડારાઈપુરા બેઠક ભાજપના ફાળે આવી, તાપી તાલુકા પંચાયતની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી, તો જિલ્લા પંચાયતની કરંજવેલ બેઠક પર આઝાદી બાદ પહેલીવાર ભાજપે જીત મેળવી, તાપી જિલ્લાની વિવિધ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી.

સમગ્ર ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે તબક્કાવાર જાહેર થઈ રહ્યા છે, ત્યારે તાપી જિલ્લામાં યોજાયેલ તાલુકા પંચાયતની પાંચ સીટો કેડકુંઈ, બાલપુર, ઘાટા, બહેડારાઈપુરા અને ખેરવાળા બેઠક પર બીજેપીએ જીત હાંસલ કરી છે, આ પૈકી કેડકુંઈ, બાલપુર, ઘાટા તાલુકા પંચાયતની આ ત્રણ બેઠકો કોંગ્રેસ હસ્તગત હતી, જ્યારે ખેરવાળા અને બહેડારાયપુરા બેઠક બીજેપી હસ્તગત હતી, પરંતુ ગત ત્રીજી ઓક્ટોબરે થયેલ ચૂંટણીમાં તાલુકા પંચાયતની આ પાંચેય બેઠક બીજેપી ના ફાળે ગઈ છે

ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની છઠ્ઠી બેઠક શાલે અગાઉ બીજેપી ના ફાળે બિનહરીફ થઈ હતી એટલે કહી શકાય કે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં છ બેઠકો સંપૂર્ણ બીજેપી હસ્તગત ગઈ છે, જ્યારે જિલ્લા પંચાયતની કરંજવેલ બેઠક પર આઝાદીના આટલા વર્ષ બાદ પહેલીવાર બીજેપીના ઉમેદવારે જીત હાંસલ કરી છે, તાપી જિલ્લામાં યોજાયેલ પેટા ચૂંટણીમાં બીજેપીનો ભગવો લહેરાતા બીજેપી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બીજી તરફ આ ચૂંટણીમાં પહેલીવાર જમ્પલવાનાર આપ એ પણ સારાએવા મતો મેળવ્યા છે.

Next Video