Tapi : વાલોડ તાલુકાનાં બુહારી ગામે 100 બેડનું નમો કોવિડ કેરનું ભાજપના પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન

|

Apr 29, 2021 | 4:40 PM

બે બેડ વેલટીનેટર અને 25 બેડ ઓક્સિજન સાથે અન્ય 73 જેટલા આઇસોલેશન બેડની સુવિધા કરવામાં આવી છે. કોરોના કેર સેન્ટરનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

Tapi : હાલ સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈ તાપી જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના દર્દીઓને ધ્યાને લઇ આજરોજ વાલોડ તાલુકાના બુહારી ગામે ભાજપના પ્રદેશ અધ્યક્ષના હસ્તે 100 બેડનું ‘નમો કોવિડ કેર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતાં સામાજિક સંસ્થા અને જન પ્રતિનિધિઓની ચિંતામાં પણ વધારો થયો છે, જેને ધ્યાને લઇ આજરોજ મહુવા બેઠકના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા અને બલ્લુ કાકા ચેરીટેબલ ટ્રસ્ટના અને તાપી જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી બુહારી ખાતે આજે 100 બેડની સુવિધાયુક્ત નમો કોવિડ કેર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બે બેડ વેલટીનેટર અને 25 બેડ ઓક્સિજન સાથે અન્ય 73 જેટલા આઇસોલેશન બેડની સુવિધા કરવામાં આવી છે. કોરોના કેર સેન્ટરનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભાજપના આગેવાનો સહિત અન્ય કાર્યકરો તેમજ આરોગ્ય વિભાગ, વહીવટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મોહન ઢોડિયા ધારાસભ્ય,મહુવા વિધાનસભા TV9 સાથે વાત કરતાં જણાવે છે કે, ‘મહુવા વિભાગના કાર્યક્ષેત્રમાં વાલોડ તાલુકાના બુહારી સેવા ટ્રસ્ટમાં આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સ્થાને અને તેમની સૂચનાથી સો બેડના નમો સેન્ટરને ખુલ્લું મૂક્યું છે, જેમાં 25 ઓક્સિજન બેડની પણ સુવિધા રાખવામાં આવી છે.

સાથે સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર, પાટિલ જણાવે છે કે મહુઆ વિધાનસભાના ધારાસભ્ય, સાંસદ પ્રભુભાઈ, આગેવાનો જિલ્લા કલેકટર અને સ્ટાફ સાથે મળીને સરકાર અને સંસ્થાઓ સાથે મળીને આઇસોલેશન સેન્ટર, જેમાં સો બેડોની વ્યવસ્થા કરીને 25 બેડો પર આઇસોલેશન સેન્ટર અને બે વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, હાલમાં જે રીતે કેસોમાં વધારો થઇ રહેલો છે, શહેરોમાં પણ જગ્યા નથી ત્યારે કોઈપણ સામાન્ય દર્દીને શહેરો સુધી જવું ન પડે અને તેના બદલે સ્થાનિક લેવલે જ ઉપચાર મેળવી શકાય તેવી સ્થાનિક ધારાસભ્યો અને સંસદ સભ્યોને સૂચના આપવામાં આવી હતી અને આ સૂચનને આવકારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને સ્થાનિક લોકોને આનો ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો : “મારી પત્ની કોરોનાની ચિંતામાં આખો દિવસ કપડાં ધોયા કરે છે” માનસિક રીતે પીડાતા લોકોએ વર્ણવી વ્યથા

Next Video