Rajkot : “મારી પત્ની કોરોનાની ચિંતામાં આખો દિવસ કપડાં ધોયા કરે છે” માનસિક રીતે પીડાતા લોકોએ વર્ણવી વ્યથા

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા આવા માનસિક રોગથી પિડાતા દર્દીઓ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

Rajkot : મારી પત્ની કોરોનાની ચિંતામાં આખો દિવસ કપડાં ધોયા કરે છે  માનસિક રીતે પીડાતા લોકોએ વર્ણવી વ્યથા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 29, 2021 | 3:59 PM

Rajkot કોરોનાકાળ બાદ લોકોને કોરોનાના ડરના લીધે માનસિક સ્થિતિ ખરાબ થઇ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા આવા માનસિક રોગથી પિડાતા દર્દીઓ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી દર્દીઓની માનસિક સ્થિતિને સારી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કોરોનાના કપરાં કાળમાં માનસિક રોગથી લોકો પિડાય નહિ અને લોકોમાં કોરોનાની નકારાત્મક અસર ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા સૌરાષ્ટ્રના 45 સ્થળો પર કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ કોલ સેન્ટરમાં દરરોજ 250થી વધારે કોલ આવે છે જેમાં લોકો પોતાની વ્યથા ઠાલવે છે અને મનોવૈજ્ઞાનિક ભવનના વિધાર્થીઓ તેનું કાઉન્સલીંગ કરીને તેને સમજાવવાના પ્રયત્નો કરે છે. કોલ સેન્ટરમાં આવતા કિસ્સાઓને જોઇને ભવનના વિધાર્થીઓ પણ આશ્વર્યચકિત થઇ જાય છે. ચાલો જાણીએ લોકો કેવી મુશ્કેલીઓ લઈને કરી રહ્યા છે કોલ.

કિસ્સા નંબર 1 એક પુરુષે કોલ કરીને પોતાની સમસ્યાનું સમાધાન કરવવા માટે કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો અને કહ્યું હતું કે તેની પત્ની કોરોનાની ચિંતામાં માથા પછાડે છે અને આખો દિવસ કપડાં જ ધોયા રાખે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કિસ્સા નંબર 2 ત્યારે બીજા કિસ્સામાં પોતાના પતિની સમસ્યા વર્ણવતી એક પત્નીએ કહ્યું કે, ‘મારા પિતા બેંકમાં છે, કોરોનાના કારણે ડ્રિપેશનમાં આવી ગયા છે અને રાત્રે કહે છે બેંકમાંથી બધા રૂપિયા ઉપાડીને કોરોનાની સારવાર કરાવી દઉં, જેથી લોકો દુખી ન થાય’

કિસ્સા નંબર 3 જયારે એક યુવકે પોતાની વેદના ઠાલવતાં કહ્યું હતું કે તેનો ભાઈ કોરોનામાં મૃત્યુ પામ્યો છે અને તેને તેના મૃતક ભાઈના જ સપના આવે છે.

કિસ્સા નંબર 4 આ  બધા વચ્ચે એક આશિકનો એવો કોલ હતો કે, ‘કોરોના થયો ત્યારથી ડિપ્રેશનમાં છું, સોશ્યલ મિડીયામાં જૂની ફ્રેન્ડ સાથે વાત થઇ હવે મને આખો દિવસ તેના જ વિચાર આવે છે અને એના વગર હું નહિ રહી શકું. તેના જ વિચાર આવે છે.

કિસ્સા નંબર 5 એક વ્યક્તિ પોતાની સમસ્યા વર્ણવતા કહે છે કે, ‘મને પવન આવતાની સાથે ડર લાગે છે. પવન આવશે અને મારૂ મોત થઇ જશે તો…?’

ભવનના વડા ડો.યોગેશ જોકશનના કહેવા પ્રમાણે લોકો આ કપરાંકાળમાં મનોબળ નબળું હોવાને કારણે પીડાય રહ્યા છે અને તેમને ખોટા વિચારો આવે છે. બીજી તરફ જે લોકોનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું તેઓ પણ માની રહ્યા છે કે તેઓ કોરોનાથી માનસિક રીતે ભાંગી ગયા હતા જો કે તેઓનું કાઉન્સલીંગ કરવામાં આવતા સ્થિતિ સુધરી છે અને હળવાશ અનુભવી રહ્યા છે.

મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા લોકોને અપીલ કરવામાં આવે છે કે કોરોનામાં લોકો માનસિક રીતે સ્વસ્થ રહે, સારા સારા મનગમતા વિષયો પરના પુસ્તકો વાંચવાની તેમજ સંગીત સાંભળવાની સલાહ આપવામાં આવે છે. સોશિયલ મિડીયાનો વધુ પડતો ઉપયોગ બંધ કરે અને નેગેટીવ વિચારો, વાતોથી દુર રહેવાણી પણ સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી માનસિક સ્થિતિ સુધરશે અને લોકો કોરોના સામેનો જંગ જીતી જશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">