TAPI : સોનગઢમાં 3 વર્ષની બાળકીને હિંસક પ્રાણીએ ફાડી ખાતા ભયનો માહોલ

|

Jan 08, 2022 | 7:36 PM

તાપીનાં (TAPI) સોનગઢ (Songadh) તાલુકાનાં હનુમંતીયા ગામે ઈંટનાં ભઠ્ઠી ચલાવવતા મૂળ મધ્યપ્રદેશનાં પરિવારની ત્રણ વર્ષની બાળકીને (GIRL) હિંસક દીપડાએ (PANTHER) પિંખી નાખતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

TAPI : સોનગઢમાં 3 વર્ષની બાળકીને હિંસક પ્રાણીએ ફાડી ખાતા ભયનો માહોલ
TAPI: 3-year-old girl was torn to pieces by a panther in Songadh

Follow us on

તાપીનાં (TAPI) સોનગઢ (Songadh) તાલુકાનાં હનુમંતીયા ગામે ઈંટનાં ભઠ્ઠી ચલાવવતા મૂળ મધ્યપ્રદેશનાં પરિવારની ત્રણ વર્ષની બાળકીને (GIRL) હિંસક દીપડાએ (PANTHER) પિંખી નાખતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હિંસક બનેલ દીપડાનો અન્ય કોઈ ભોગ ન બને તે માટે વન વિભાગ દ્વારા દિપડાને પકડવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

ત્રણ વર્ષની બાળકીને કોઈ હિંસક પ્રાણીએ (દીપડો હોવાની આશંકા) 500 મીટર સુધી ઘસડી જઈ શેરડીનાં ખેતર પાસે બાળકીનું માથું ધડથી અલગ કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સોનગઢ મામલતદાર સહિત વનવિભાગ અને સ્થાનિક પોલીસ તેમજ FSLની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં વન વિભાગ દ્વારા હિંસક વન્ય પ્રાણીને પકડવા છ જેટલાં પાંજરા મૂકવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોનગઢનાં હનુમંતીયા ગામે ઈંટની ભઠ્ઠી ચલાવતા પરિવારની ત્રણ વર્ષની દીકરી પોતાના રહેઠાણ માટે બનાવેલ ઝુંપડીની આજુબાજુ રમતી હતી. ત્યારે હિંસક વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરી 500 મીટર સુધી ઘસડી જઈને દીકરીનું મોત નીપજાવ્યુ હતું. દીપડાએ અચાનક ઝુંપડીની આસપાસ રમતી બાળકી પર હુમલો કર્યો હોવાની પરિવારનાં લોકોને કોઈ ભનક પણ આવી ન હતી. બાળકી અચાનક ગુમ થતાં પરિવારનાં લોકો તેમજ ગ્રામજનોએ મળી શોધખોળ કરતાં શેરડીનાં ખેતર પાસે ધડથી અલગ થયેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જે બાદ બાળકીનાં પિતાએ પોલીસને ફરિયાદ કરતાં પોલીસ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકીનાં મૃતદેહને pm અર્થે લઈ જવાયો હતો. અને વન વિભાગ દ્વારા તાત્કાલિક ટીમ બનાવી હિંસક દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ મૃતક બાળકીનાં પરિવારને સહાય ચૂકવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છેકે તાપી જિલ્લા મુખ્યત્વે જંગલ વિસ્તાર છે. અને, અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડા જેવા હિંસક પ્રાણીઓના કારણે માનવ મોતના બનાવો બની રહ્યાં છે. જેને પગલે આ વિસ્તારના લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

 

આ પણ વાંચો : ભાવનગરમાં ધારાસભ્ય વિભાવરી દવેએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યું, બુથ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો

આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદમાં ભાજપના સાંસદ પરબત પટેલની હાજરીમાં જ કોરોનાના નિયમોનો ભંગ

Next Article