ગુજરાતમાં કમોસમી વરસાદે સુરેન્દ્રનગરના અગરિયાઓની હાલત કફોડી બનાવી

|

Nov 21, 2021 | 9:29 PM

સુરેન્દ્રનગરમાં વરસાદ થતા અગરીયાઓના પાટા ધોવાયા હતા તો સોલર પેનલોમાં ભારે નુકસાન થયુ છે. બીજી તરફ રણમાં આવવા-જવાનો રસ્તો પણ બંધ થતા અગરીયાઓનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે

ગુજરાતમાં(Gujarat) પડેલા કમોસમી વરસાદથી(Unseasonal Rain)સુરેન્દ્રનગરના(Surendranagar)નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓની(Salt Workers)હાલત કફોડી બની છે. જેમાં વરસાદ થતા અગરીયાઓના પાટા ધોવાયા હતા તો સોલર પેનલોમાં ભારે નુકસાન થયુ છે.

બીજી તરફ રણમાં આવવા-જવાનો રસ્તો પણ બંધ થતા અગરીયાઓનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે, અગરીયાઓ પાસે રાશન પણ પુરતા પ્રમાણમાં ના હોવાથી તેઓની હાલત બદ થી બદતર થઈ છે, ત્યારે અગરીયાઓએ સરકાર પાસે સહાયની માગ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ધોરણ 1થી5 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો વડોદરા પેરેન્ટસ એસોસિએશનનો વિરોધ, સરકારને પૂછ્યા વેધક સવાલો

આ પણ વાંચો : કચ્છમાં નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં પાણીના ફુવારા ઉડયા, જુઓ વિડીયો

Published On - 9:27 pm, Sun, 21 November 21

Next Video