સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ ! NSUI કોંગ્રેસના પ્રમુખ સહિત હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને(Jagdish Thakor) આ રાજીનામું આપવામાં આવ્યુ છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી કોઇ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી.

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ ! NSUI કોંગ્રેસના પ્રમુખ સહિત હોદ્દેદારોએ આપ્યા રાજીનામા
NSUI Chief Dhruvsinh Chudasama give resign from congress
| Edited By: | Updated on: May 12, 2022 | 2:43 PM

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને દરેક રાજકીય પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. ભાજપના મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાત કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ  પણ કમર કસી રહી છે. પરંતુ હાલની સ્થિતિને જોઈએ તો કોંગ્રસની ‘એક સાંધે..ત્યાં તેર તુટે…’ જેવી સ્થિતિ છે. જીલ્લા NSUI કોંગ્રેસના પ્રમુખ ધ્રુવરાજસિહ ચુડાસમા (Dhruvraj Singh Chudasama) સાથે અન્ય 100 સભ્યોએ રાજીનામું આપ્યુ છે.

ધ્રુવરાજસિહ ચુડાસમા જીલ્લામાં 5 વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત હતા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને આ રાજીનામું આપવામાં આવ્યુ છે.તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી કોઇ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી.સાથે જ તેમણે યુવાનોને જોડવાની કોઇ જ કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.તમને જણાવી દઈએ કે, ધ્રુવરાજસિહ ચુડાસમા જીલ્લામાં 5 વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત હતા.તેમની સાથે જ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલાએ પણ રાજીનામુ આપ્યું છે. અંદાજે 100થી વધુ NSUI સહિત કોંગ્રેસના યુવાનોએ સામુહિક રાજીનામા આપતા કોંગ્રેસના રાજકરણમાં ભૂકંપ આવ્યો છે. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ મોકલાવ્યુ છે.

કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ….!

આ અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતા છોટાઉદ્દેપુર (Chhota Udepur) વિધાનસભા બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ (Mohansinh Rathva)આગામી ચૂંટણીમાં ન લડવાની જાહેરાત કરી હતી.એક તરફ ચૂંટણી ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યો છે,ઉપરાંત હાર્દિક પટેલ (Hardik Patel) પણ પાર્ટીને લઈને નારાજ જોવા મળી રહ્યો છે.તેની વચ્ચે કોંગ્રેસ ગઢના દિગ્ગજ નેતાએ આગામી ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

કોંગ્રેસી નેતાઓના નિવેદનોમાં પણ વિખવાદ

મોહનસિંહનું આદિવાસી વિસ્તારમાં સારૂ પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1972માં પહેલી વખત તેઓ ચૂંટણી લડ્યા હતા. એ સમયથી તેઓ સતત ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા હતા.યુવાનોને રાજકારણમાં તક આપવાના હેતુંથી તેમણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. પોતાના મત વિસ્તારમાં પણ મોહનસિંહ રાઠવાનો એક પ્રકારનો દબદબો રહ્યો છે. બીજી તરફ NSUI પ્રમુખ ધ્રુવરાજ સિંહ ચૂડાસમા યુવાનોને આગળ ન લાવવાનો કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે.

Published On - 2:35 pm, Thu, 12 May 22