Surendranagar ના સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, થોરીયાળી ડેમ તળીયા ઝાટક

|

Feb 19, 2023 | 12:03 PM

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ ગામ અને તાલુકા મથક છે. ત્યારે 20 હજારથી વસ્તી ધરાવતા સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીના પોકાર ઉઠ્યા છે. ગામને પાણી પુરૂ પાડતો થોરીયાળી ડેમ બે મહિના પહેલ જ તળીયાઝાટક થઇ ગયો છે..જેનાં કારણે હાલ પંચાયત દ્વારા આસપાસની ખાણોમાંથી અને બોર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.

Surendranagar ના સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, થોરીયાળી ડેમ તળીયા ઝાટક
Sayla Village Water

Follow us on

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ ગામ અને તાલુકા મથક છે. ત્યારે 20 હજારથી વસ્તી ધરાવતા સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીના પોકાર ઉઠ્યા છે. ગામને પાણી પુરૂ પાડતો થોરીયાળી ડેમ બે મહિના પહેલ જ તળીયાઝાટક થઇ ગયો છે..જેનાં કારણે હાલ પંચાયત દ્વારા આસપાસની ખાણોમાંથી અને બોર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે..જેના કારણે મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે..જેના કારણે લોકોને મોટી માત્રામાં પાણીનો સંગ્રહ કરવો પડે છે.

થોરીયાળી ડેમ બે માસ પહેલા જ ખાલી થઇ ગયો

સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હાઇવે પર આવેલ સાયલા ગામ તાલુકા મથક છે.પરંતુ તાલુકામથક જેવી કોઇ પણ સુવિધાઓ ન મળતી હોવાની લોકોની ફરીયાદ ઉઠી રહી છે. હજી તો ઉનાળાની શરૂઆત થઇ છે.. ત્યારે સાયલા ગામમાં પાણીના પોકાર ઉઠ્યા છે. સાયલા ગામની જનતાને પાણી પુરૂ પાડતો એકમાત્ર થોરીયાળી ડેમ બે માસ પહેલા જ ખાલી થઇ ગયો છે.

સાયલા ગામમાં  મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે

જેના કારણે હાલ ગ્રામ પંચાયત દ્વારા શહેરની આસપાસ આવેલી ખાણોમાંથી પમ્પિંગ કરી તેમજ બોરનું પાણી વિતરણ કરવામાં આવે છે. આ પાણીનો સ્ટોક પણ મર્યાદિત હોવાના કારણે હાલ સાયલા ગામમાં દર 10 કે 12દિવસે એટલે કે મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

લોકો પાણી વેચાતુ લેવા મજબુર

જેના કારણે લોકોને પાણીનો સંગ્રહ પણ મોટી માત્રામાં કરવાની નોબત આવે છે. તેમ છતાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની ફરીયાદ રહે છે. કારણ કે એક પરિવારમાં પાંચ સભ્યોને 15 દિવસ સુધી ચાલે તેટલુ પાણી ક્યાંથી સંગ્રાહ કરી શકે. મોટી ટાંકીઆેમાં પાણી સંગ્રહ કરવા છતાં લોકોને પુરતુ પાણી ન મળતાં અંતે લોકો  પાણી વેચાતુ લેવા મજબુર બને છે.

પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગ સહિતના તંત્રમાં અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી અને 20  હજારથી વધુ લોકો માટે પાણીની રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

હજી ઉનાળાના ત્રણ મહિના અને જો ચોમાસુ ખેંચાય તો સાયલામાં પાણી માટે બેડાયુધ્ધના દ્રશ્યો સર્જાય તો પણ નવાઇ નહી. 20 હજારથી વધુ વસ્તીને પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવે તે પહેલા તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

(With Input, Sajid Belim ,Surendranagar) 

Published On - 11:56 am, Sun, 19 February 23

Next Article