સુરેન્દ્રનગર : PGVCLના ઇજનેર ફસાયા ACBના છટકામાં, 20 હજારની લાંચ લેતા ઈજનેર રંગે હાથ ઝડપાયા

ખેડૂતે ACBને આ બાબતે ફરિયાદ કરી હતી, જેના પગલે ACBએ છટકું ગોઠવીને જૂનિયર ઈજનેરને લાંચ લેતા રંગેહાથે પકડ્યા છે.

સુરેન્દ્રનગર :  PGVCLના ઇજનેર ફસાયા ACBના છટકામાં, 20 હજારની લાંચ લેતા ઈજનેર રંગે હાથ ઝડપાયા
PGVCL engineer caught taking bribe
| Edited By: | Updated on: Aug 07, 2022 | 10:10 AM

સુરેન્દ્રનગરના (Surendragar) સલાયામાં નોકરી કરતા PGVCLના જૂનિયર ઈજનેર એન.કે. પટ્ટણી લાંચ લેતા પકડાયા છે. ACBએ જૂનિયર ઈજનેરને (junior Engineer) 20 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડ્યા છે. જૂનિયર ઈજનેરે વીજ કનેક્શન (Power connection)આપવા માટે ખેડૂત (Farmer) પાસેથી 20 હજારની લાંચની માગણી કરી હતી.મહત્વનું છે કે, ખેડૂતો ACBને આ બાબતે ફરિયાદ કરી હતી,જેના પગલે ACBએ છટકું ગોઠવીને જૂનિયર ઈજનેરને લાંચ લેતા રંગેહાથે પકડ્યા છે.

લાંચિયા કર્મચારી સામે ACBની લાલઆંખ

આ અગાઉ વિંછીયામાં એન્ટી કરપ્શન બ્યુરોએ રાજકોટ PGVCLના નાયબ ઇજનેરને 60 હજારની લાંચ લેતા ધરપકડ કરી હતી. નાયબ ઇજનેર સાથે અન્ય એક વચેટીયો પણ પકડાયો હતો. જ્યાં ACB દ્વારા વિંછીયામાં છકટુ ગોઠવવામાં આવતા PGVCLના નાયબ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતાં કાર્યવાહી થઈ હતી.માહિતી અનુસાર આ કામના ફરીયાદીને PGVCLના નાયબ ઇજનેરે જે વિજચોરીનો ગુન્હો દાખલ કરવા તથા જેલની સજા કરાવવાનો ડર બતાવી 60 હજાર આપવાનુ જણાવ્યુ હતુ.

Published On - 9:56 am, Sun, 7 August 22