Surendranagar : રીંગણાનો યોગ્ય ભાવ ન મળતા નારાજગી, ખેડૂતે ટ્રેક્ટર ભરીને રીંગણા રોડ પર ફેંકી દીધા

|

Jul 14, 2021 | 7:18 PM

ચોટીલા તાલુકાના લાખણકા ગામે એક ખેડૂતે ટ્રેક્ટર ભરીને રીંગણા રોડ પર ફેંકી દીધા. ખેડૂતોનો આરોપ છે કે શાકભાજીનો વાવેતર ખર્ચ પણ નીકળતો નથી.

Surendranagar : ચોટીલામાં ખેડૂતો શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા નારાજ છે. ચોટીલા તાલુકાના લાખણકા ગામે એક ખેડૂતે ટ્રેક્ટર ભરીને રીંગણા રોડ પર ફેંકી દીધા. ખેડૂતોનો આરોપ છે કે શાકભાજીનો વાવેતર ખર્ચ પણ નીકળતો નથી. સરકાર વિવિધ શાકભાજીના યોગ્ય ભાવ અપાવે તેવી પણ ખેડૂતોએ માગણી કરી છે. રીંગણાનો ભાવ સામાન્ય રીતે એક મણના 300 રૂપિયા મળતા હોય છે. પરંતુ હાલ રીંગણાના ભાવ ગગડીને એક મણના 60 રૂપિયાની આસપાસ થતા ખેડુતો પાયમાલ થયા છે. આમ, રીંગણાના ભાવ ન મળતા આખરે ખેડૂતે રીંગણા ફેંકીને રોષ ઠાલવ્યો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. અને, યુઝર્સ આ મામલે કોમેન્ટસ પણ કરી રહ્યાં છે.

 

Next Video