Surendranagar : લખતરમાં આવારા તત્વોના આતંકનો વિરોધ, વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો

|

Jul 10, 2021 | 7:21 PM

લખતર શહેરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ વધી રહી છે. આજે વેપારીઓએ આવારા તત્વોના આંતકના વિરોધમાં લખતર શહેરની બજારો સ્વંયભૂ બંધ રાખી હતી.

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ વધી રહી છે. જેના વિરોધમાં સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે. આજે વેપારીઓએ આવારા તત્વોના આંતકના વિરોધમાં લખતર શહેરની બજારો સ્વંયભૂ બંધ રાખી હતી. અહીં નોંધનીય છેકે લખતર શહેરની બજારોમાં દીન પ્રતિદિન આવારા તેમજ અસામાજીક તત્વો દ્વારા વેપારીઓ અને દુકાનદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.

ગુંડાતત્વો દાદાગીરી કરી સ્થાનિક વેપારીઓને માનસિક ત્રાસ આપતા હોવાથી રોષ ફેલાયો છે. જેથી વેપારીઓએ અને દુકાનદારોએ સ્વયંભુ ધંધો અને રોજગાર બંધ રાખ્યો હતો. અને, ગુંડાતત્વો સામે ઝડપી પોલીસ કાર્યવાહી કરે તેવી માગ ઉઠી હતી. અહીં કહેવું રહ્યું કે તાજેતરમાં જ એક યુવક દ્વારા લખતર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલને પણ માર મારવામાં આવ્યો હતો.

 

Next Video