SURENDRANAGAR : સરકારી બાબુઓને ઓફિસમાં જલસા, મોબાઇલમાં ગેમ રમતો વીડિયો વાયરલ
SURENDRANAGAR: Game games video viral on mobile in government employee's office

SURENDRANAGAR : સરકારી બાબુઓને ઓફિસમાં જલસા, મોબાઇલમાં ગેમ રમતો વીડિયો વાયરલ

| Edited By: | Updated on: Aug 10, 2021 | 11:24 PM

સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ‌ કચેરીના સમય દરમિયાન મોબાઈલમાં ગેમ રમતો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગનો હોવાની ચર્ચા છે.

SURENDRANAGAR : જીલ્લાની સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ‌ કચેરીના સમય દરમિયાન મોબાઈલમાં ગેમ રમતો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગનો હોવાની ચર્ચા છે. કચેરીના સમય દરમિયાન અધિકારી અને કર્મચારી કામ કરવાને બદલે મોબાઈલમાં લીન થઈ મોજ મસ્તી કરતા હોવાથી‌ અરજદારોના કામ મોડા થઈ રહયા છે. હાલ તો આ વીડિયો બાદ નવ‌ નિયુક્ત જીલ્લા કલેકટર દ્વારા સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે આવા અધિકારીઓ સામે કડક પગલા લેવા જોઇએ તેવી લોકમુખે ચર્ચા થઇ રહી છે.

 

Follow Us