SURENDRANAGAR : ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી

|

Jul 28, 2021 | 9:18 AM

છેલ્લા 22 દિવસથી આ સફાઈ કર્મચારીઓ આંદોલન પર બેઠા છે.કર્મચારીઓએ અનેક અરજીઓ કરી હતી.પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી છે.

સમાચાર સાંભળો

SURENDRANAGAR :ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી છે. કોરોનાનું સંક્રમણ અટકતા છેલ્લા 2 વર્ષથી ગાંધી હોસ્પિટલમાં કામ કરતા 7 સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા.જેથી છેલ્લા 22 દિવસથી આ સફાઈ કર્મચારીઓ આંદોલન પર બેઠા છે.કર્મચારીઓએ અનેક અરજીઓ કરી હતી.પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી છે.22 દિવસથી આંદોલન પર આ સફાઈ કર્મચારીઓ કહ્યું કે તેમણે જિલ્લા તબીબી અધિકારી, ડીડીઓ અને કલેકટરને પણ રજૂઆત કરી હતી, પણ કોઈએ તેમની વાત પર ધ્યાન આપ્યું નથી, કે છાવણીની મુલાકાત પણ લીધી નથી.

આ પણ વાંચો : RAJKOT : ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 ઓગસ્ટ સુધી વધારવા માગ કરી 

આ પણ વાંચો : GUJARAT : કોરોના રસીકરણમાં ફરી આવ્યો વેગ, 27 જુલાઈએ 3.69 લાખ લોકોનું રસીકરણ થયું 

Next Video