GUJARAT : કોરોના રસીકરણમાં ફરી આવ્યો વેગ, 27 જુલાઈએ 3.69 લાખ લોકોનું રસીકરણ થયું

Corona vaccination in Gujarat : રાજ્યમાં રસીકરણની કામગીરીએ ફરી એકવાર વેગ પકડ્યો છે. 27 જુલાઈએ રાજ્યમાં 3,69,164 લોકોનું રસીકરણ કરાયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 8:31 AM

GUJARAT : રાજ્યમાં દિવસે દિવસે કોરોના મહામારી કાબૂમાં આવી રહી છે. 27 જુલાઈએ પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 30 કેસ નોંધાયા છે…જ્યારે સતત નવમા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો હતો. રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખને પાર પહોંચી છે.તો સાજા થવાનો દર 98.74 ટકા પર સ્થિર થયો છે.જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 285 થઇ છે.તો વેન્ટિલેટર પર હવે 5 દર્દીઓ છે..

રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં રસીકરણની કામગીરીએ ફરી એકવાર વેગ પકડ્યો છે..27 જુલાઈએ રાજ્યમાં 3,69,164 લોકોનું રસીકરણ કરાયું.અમદાવાદ શહેરમાં 44,484 લોકોએ રસી મુકાવી, તો સુરત શહેરમાં 25,183 લોકોએ રસી મુકાવી…જ્યારે વડોદરા શહેરમાં 14,497 લોકોએ રસી મુકાવી અને રાજકોટમાં 12,635 લોકોને રસી અપાઇ.આમ રાજ્યમાં કુલ 3 કરોડ 21 લાખ 75 હજાર 416 લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે.

આ પણ વાંચો : VADODARA : ગોત્રી મેડિકલ કોલેજમાં રેગીંગ કરનારા 5 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી, 6 મહિના માટે કોલેજમાંથી પણ સસ્પેન્ડ

આ પણ વાંચો : AHMEDABAD : પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર વારંવાર ઠપ્પ, રેશનકાર્ડ ધારકોને નથી મળી રહ્યું અનાજ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">