સુરેન્દ્રનગરના લખતરમાંથી કથિત સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો, તંત્રએ તપાસ શરૂ કરી

|

Nov 11, 2021 | 8:55 PM

લખતરના ખાનગી ગોડાઉનમાંથી LCB પોલીસે સરકારી માર્કાવાળા અનાજના જથ્થાની ગુણો જપ્ત કરી છે. જેમાં અંદાજે ૧૮૦૦ ગૂણ ઘઉં અને ચોખાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ગુજરાતના(Gujarat)સુરેન્દ્રનગર(Surendranagar)જીલ્લાના લખતરમાંથી(Lakhatar)સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો છે. ખાનગી ગોડાઉનમાંથી LCB પોલીસે સરકારી માર્કાવાળા અનાજના જથ્થાની ગુણો જપ્ત કરી છે. જેમાં અંદાજે ૧૮૦૦ ગૂણ ઘઉં અને ચોખાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સરકારી અનાજનો જથ્થો હોવાની ચર્ચાઓ સેવાઈ છે. જો કે સરકારી અનાજના જથ્થા અંગે તપાસ શરૂ કરાઈ છે.હાલ LCB પોલીસ, મામલતદાર, પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તો સમગ્ર મામલે સરકારી અનાજનો જથ્થો કોનો છે ? ક્યાંથી આવ્યો ? અને ખાનગી ગોડાઉનમાં શા માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો ? તે અંગે વધુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર ડ્રગ્સ કેસ મુદ્દે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો નવાબ મલિક પર પલટવાર, કહ્યું ભ્રમણા ફેલાવવી વિરોધીઓનું કામ

આ પણ વાંચો : Surat: અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાએ અંગદાન થકી 5 વ્યક્તિને આપ્યું નવજીવન

Published On - 8:53 pm, Thu, 11 November 21

Next Video