surendranagar : પૌરાણીક શિવ મંદિરમાં તોડફોડનો કેસ, પુરાતત્વ વિભાગની ટીમે તપાસ હાથ ધરી

|

Jul 31, 2021 | 8:31 PM

થાનગઢ નજીક જામવાડી ખાતે આવેલા પૌરાણીક શિવ મંદિર તોડફોડ મામલે પુરાતત્વ વિભાગ દોડતું થયું છે. પુરાતત્વ વિભાગની ટીમે 1200 વર્ષ જૂના પૌરાણીક શિવ મંદિરની મુલાકાત લીધી.

surendranagar : જિલ્લાના થાનગઢ નજીક જામવાડી ખાતે આવેલા પૌરાણીક શિવ મંદિર તોડફોડ મામલે પુરાતત્વ વિભાગ દોડતું થયું છે. પુરાતત્વ વિભાગની ટીમે 1200 વર્ષ જૂના પૌરાણીક શિવ મંદિરની મુલાકાત લીધી. સાથે જ સ્થાનિક પોલીસ અને મામલતદાર પણ હાજર રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મંદિર નીચે દાટેલો ખજાનો ચોરવા માટે અજાણ્યા ઇસમોએ આ કૃત્ય કર્યું હોઇ શકે છે. મહત્વનું છે કે શિવ મંદિર રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરાયેલું છે. પરંતુ તંત્ર દ્વારા તેની કોઇ દેખરેખ નથી રાખવામાં આવતી. જોકે હવે જ્યારે મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલાની તપાસનો અહેવાલ ગાંધીનગર ખાતે રજૂ કરાશે. અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

 

Next Video