Surendranagar: પીએમ મોદીના જન્મ દિવસની આ રીતે કરાશે ઉજવણી

|

Sep 17, 2021 | 2:19 PM

પીએમ મોદીનાજન્મદિન નિમિત્તે સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસમાં અંદાજે ૧.૨૫ લાખથી વધુ લોકોને કોરોના વેકસિન આપવાનું આયોજન કરાયું છે

વડાપ્રધાન મોદીના(PM Modi)જન્મદિન નિમિત્તે સુરેન્દ્રનગર(Surendranagar)જીલ્લામાં બે દિવસમાં અંદાજે ૧.૨૫ લાખથી વધુ લોકોને કોરોના વેકસિન આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.બેઠકમાં કોરોના રસીકરણ‌ની મેગા ડ્રાઇવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહીત બસ‌ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, તમામ હોસ્પિટલો અને આરોગ્ય‌ કેન્દ્રમાં આવતા લોકોને કોરોના વેકસિન આપવા જણાવ્યુ હતું.આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહીત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત ‌રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના જન્મ દિવસને ઐતિહાસિક બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં આજે મોટી સંખ્યામાં કોરોના રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. ભારતે અગાઉ એક જ દિવસમાં એક કરોડથી વધુ કોવિડ -19 રસીઓ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે

આ પણ વાંચો : Dahod : પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક સ્થળોએ કોરોના રસીકરણ સેન્ટર શરૂ કરાયા

આ પણ વાંચો : Narendra Modi Birthday : પીએમ મોદીનો આજે 71 મો જન્મ દિવસ, બીજેપી શરૂ કરશે ‘સેવા અને સમર્પણ’ અભિયાન 

Published On - 9:20 am, Fri, 17 September 21

Next Video