Surendranagar : લીંબડી નગરપાલિકા ખાતે આધાર કાર્ડના કામ માટે લોકો પરેશાન, વધુ સેન્ટર ખોલવા માંગ

|

Jul 30, 2021 | 5:40 PM

લીંબડી નગરપાલિકા કચેરી ખાતે રોજના માત્ર 25ની સંખ્યામાં જ આધારકાર્ડના ફોર્મ સ્વીકારવાના તઘલખી નિર્ણયના કારણે ગામડેથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડે છે. જેના પગલે અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભવાની ફરજ પડે છે.

સુરેન્દ્રનગર(Surendranagar) ની લીંબડી નગરપાલિકા કચેરી ખાતે રોજના માત્ર 25ની સંખ્યામાં જ આધાર કાર્ડ( Aadhar Card) ના ફોર્મ સ્વીકારવાના તઘલખી નિર્ણયના કારણે ગામડેથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડે છે. જેના પગલે અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભવાની ફરજ પડે છે. લીંબડી શહેરમાં માત્ર એક જ સ્થળે આધારકાર્ડ કેન્દ્ર હોય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ એક જ સ્થળે લોકોની ભીડ ઉમટતી હોવાના લીધે સોશિયલ ડિસ્ટન્ટ પણ જળવાતું નથી. જેના પગલે લોકો માંગણી કરી રહ્યા છે જે આધાર કાર્ડના કામ માટે તાત્કાલિક બીજું  સેન્ટર ખોલવું જોઇએ જેથી લોકોની હાલાકીમાં  ઘટાડો નોંધાઈ.

આ પણ વાંચો : ડાંગરના પાકને વધુ ઉપજ મેળવવા માટે જીવાતો અને રોગોથી બચાવવો જરૂરી, ખેડૂતોએ કરવું પડશે આ કામ

આ પણ વાંચો : Solar Energy: જાણો Solar Plantની પૂરી ABCD, આ રીતે ખતમ થશે વીજળી બિલની મગજમારી

Published On - 5:24 pm, Fri, 30 July 21

Next Video