SURENDRANAGR : આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત, ઓમિક્રોનની આશંકાએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા

|

Dec 05, 2021 | 6:31 PM

Omicron Gujarat : આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

SURENDRANAGR : ગુજરાતમાં જામનગરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટનો કેસ નોધાયા બાદ સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. આવામાં સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યાં છે કે આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેમજ આ યુવકને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરીએન્ટ છે કે નહિ તેની તપાસ માટે વ્યક્તિના સેમાંપ્લ લઇ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ અંગે બે દિવસ બાદ ઓમિક્રૉન વેરીઅન્ટનો રિપોર્ટ આવશે.

ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને ગઈકાલે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હી થઈને મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી.

દેશમાં બેંગલોર , મુંબઈ અને જામનગર બાદ હવે દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે સંક્રમિત વ્યક્તિ તાન્ઝાનિયાથી આવ્યો હતો. એરપોર્ટ પર તપાસ બાદ ખબર પડી કે તે ઓમિક્રોનથી સંક્રમિત છે. તેમને દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો. તે જ સમયે, મુંબઈ અને બેંગ્લોરમાં ઓમિક્રોનના કેસ સહિત, દેશમાં આ પ્રકારના કુલ 5 સંક્રમિત મળી આવ્યા છે.

આ પણ વાંચો : Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- એક થઈને કોરોનાને હરાવીશું

Next Video