સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા-હરીપર રોડ પર મોટો અકસ્માત, અકસ્માતને 36 કલાક થવા છતાં અમદાવાદ કચ્છ હાઈવે બંધ

|

May 08, 2022 | 8:15 PM

હાલ આ ગોઝારા અકસ્માતને (Road Accident) 36 કલાક કરતા પણ વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં પણ હજી આ હાઈવે બંધ હાલતમાં છે. જેથી કચ્છ-માળીયા બાજુએથી આવતા બધા વાહનોને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમને વાયા સુરેન્દ્રનગર માલવણ થઈને અમદાવાદ (Ahmedabad) તરફ જવું પડી રહ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા-હરીપર રોડ પર મોટો અકસ્માત, અકસ્માતને 36 કલાક થવા છતાં અમદાવાદ કચ્છ હાઈવે બંધ
Major accident

Follow us on

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હરીપર રોડ ઉપર ગઈકાલે વહેલી સવારે ભયાનક દુર્ઘટના (Road Accident) થઈ હતી. જેમાં કેમિકલ ભરેલુ ટેન્કર એક લોડર સાથે ટકરાયુ હતું અને અકસ્માત થતા જ તેમાં ભીષણ આગી લાગી ગઈ હતી. ટેન્કરનો ડ્રાઇવર આગની ઝપેટમાં આવી ગયો હતો અને આ ટેન્કરની પાછળ ત્રણથી વધુ વાહનો ઘૂસી ગયા હતા અને આ પાંચેય વાહનો પણ ભડ-ભડ સળગી ઉઠ્યાં હતાં. આ ભીષણ આગ ઓલવવા ગયેલા જેસીબી પણ આગની ઝપેટમાં આવી ગયું હતું અને જોત-જોતામાં સળગી ઉઠ્યું હતું. હાલ આ ગોઝારા અકસ્માતને 36 કલાક કરતા પણ વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં પણ હજી આ હાઈવે બંધ હાલતમાં છે. જેથી કચ્છ-માળીયા બાજુએથી આવતા બધા વાહનોને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમને વાયા સુરેન્દ્રનગર માલવણ થઇને અમદાવાદ તરફ જવું પડી રહ્યું છે.

આ રીતે સળગી ઉઠ્યા એક પછી એક પાંચ વાહનો

માળીયા અમદાવાદ હાઈવે પર ધ્રાંગધ્રા હરીપર વચ્ચે ગઇકાલે વહેલી સવારે અચાનક એક ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર અને લોડર સામસામે ટકરાયું હતું. સાથે જ પાછળથી આવી રહેલા ત્રણ કરતાં પણ વધુ વાહનો તેની સાથે અથડાયા હતા અને ટેન્કરમાં ઘુસી ગયા હતાં એટલે કે કુલ પાંચ જેટલા વાહનો સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટેન્કરમાં કેમિકલ હોવાના કારણે અથડાયા બાદ તુરંત જ ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી મિનીટોમાં આગ વિકરાળ થઈ ગઈ હતી. જેમાં ટેન્કરના ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. ડ્રાઈવરનું નામ ભોળારામ સતારામ હોવાનું જાણવા મળેલ છે. ટેન્કર સહિતના પાંચેય વાહનો ગણતરીની મિનીટોમાં જ આગમાં ઓલવાઈ ગયા હતા.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ગાંધીધામથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું ટેન્કર

કચ્છના ગાંધીધામથી કેમિકલ ભરી અને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું, આ ટેન્કર અને હાઈવે પર અથડાયું હતું. આ અકસ્માત માળીયા અમદાવાદ હાઈવે ઉપર સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં આગ લાગવાની ઘટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી  હતી. ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા-હરીપર રોડ પર બે ટેન્કર ટકરાતાં લાગેલી ભીષણ આગ ઓલવવા ગયેલા જેસીબીમાં પણ આગ લાગી હતી અને હાલમાં 36 કલાક કરતા પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ હજી હાઈવે બંધ હાલતમાં છે. ફાયર વિભાગ L&Tના કર્મચારીઓ વાહનોને હટાવવા માટે મહા મહેનત કરી રહ્યા છે.

Next Article