SURENDRANAGAR: વોર્ડ નંબર-3માં પાણીની સમસ્યા બાબતે મહિલાઓએ કર્યો વિરોધ

|

Feb 10, 2021 | 11:47 PM

હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં લોકોને પીવાનું પાણી અનિયમિત થઈ ગયું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર-3માં નિયમિત અને પુરતુ પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો હતો

હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં લોકોને પીવાનું પાણી અનિયમિત થઈ ગયું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર-3માં નિયમિત અને પુરતુ પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગર (SURENDRANAGAR) નગરપાલિકાના વોર્ડ નંબર-3માં રામનગર, અમનપાર્ક, નુરે મહોમદી સોસાયટી સહીતના રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા તંત્ર દ્વારા અપુરતું અને ગંદુ પાણી આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. દુષિત પાણીથી ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઈ છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ખેરના લાકડાના જથ્થા સાથે 4 લોકોની વનવિભાગે કરી અટકાયત

Next Video