એકતરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા દૂધરેજ ગામની મહિલાઓએ મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો. ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો. ગામાં રોડ, રસ્તા, ગટર અને ચોખ્ખુ પીવાનું પાણી પણ ન મળતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામમાં બાળકોને સારુ શિક્ષણ મળી રહે તેની પણ કોઈ જ વ્યવસ્થા નથી. ગામની શાામાં આચાર્ય પણ ન હોવાનું મહિલાઓ જણાવી રહી છે.
મહિલાઓનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર મત લેવા જ ડોકાય છે. બાકી કોઈ ખબર પૂછવા ય આવતુ નથી. ગામમાં પીવાનું પાણી પણ ન મળતા પાણી માટે તળાવમાં ભરવા જવુ પડે છે. એકતરફ ગામે ગામ નલ સે જલ યોજના થકી ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવા કરાય છે પરંતુ ગામમાં ચોખ્ખુ પાણી પણ મળતુ નથી. મહાનગરપાલિકાની હદમાં આવતા દૂધરેજ ગામમાં પાયાની કહી શકાય તેવી કોઈપણ સુવિધા મળતી નથી.
Input Credit- Sajid Belim- Surendranagar