Surendranagar: માવઠાથી કચ્છના નાના રણમાં સ્થિતિ કફોડી, હજારો અગરિયા ફસાયા હોવાની આશંકા

|

Nov 19, 2021 | 7:16 AM

Surendranagar: ઝીંઝુવાડા નજીક આવેલા કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ઘણી મોટી મુસીબત સર્જાઈ છે. રણમાં પાંચ હજાર જેટલા અગરિયા ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Surendranagar: માવઠાથી કચ્છના નાના રણમાં સ્થિતિ કફોડી, હજારો અગરિયા ફસાયા હોવાની આશંકા
Little Rann Of Kutch

Follow us on

Surendranagar: રાજ્યના (Gujarat) કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી હતી. જેને પગલે 18 નવેમ્બર ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા (Rain) જોવા મળ્યા. તો આજે એટલે કે 19 નવેમ્બરના રોજ પણ ઘણી જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, વાપી, જૂનાગઢ, સાબરકાંઠાન તેમજ અનેક જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. આ કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ચિંતા પણ વધી હતી. તો બીજી તરફ અગરિયાઓ પણ મોટી મુસીબતમાં હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

માવઠાની અસર સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પણ જોવા મળી. તો ધાંગધ્રા અને ઝીંઝુવાડાના રણમાં (Little rann of kutch) પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવી છે. ઝીંઝુવાડા નજીક આવેલા કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ઘણી મોટી મુસીબત સર્જાઈ છે. વરસાદને પગલે અગરીયાઓની સ્થિતિ કફોડી બની છે. જણાવી દઈએ કે નાના રણમાં અગરિયાઓ મીઠું પકવવા માટે પાટો બનાવતા હોય છે. કમોસમી વરસાદના કારણે અગરિયાઓએ બનાવેલા પાટાઓ ધોવાયા હોવાની માહિતી સામે આવી છે.

તો સિઝન વગર પડેલા વરસાદને કારણે લીટલ રન ઓફ કચ્છ (LRK) માં જવા માટેના રસ્તાઓ બંધ થઇ ગયા છે. રસ્તાઓ થતા અગરિયાઓ રણમાં ફસાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે રણમાં અંદાજે પાંચ હજાર જેટલા અગરિયાઓ હોવાની શક્યતા છે. આ અગરિયાઓ વરસાદની ઋતુ શરુ થાય તે પહેલા મીઠું પકવીને બહાર આવી જતા હોય છે. અને વરસાદ અને નોરતા બાદ રણ સુકાતા ફરી મીઠું પકવવા માટે અંદર જતા હોય છે. અને પાટા બનાવીને મીઠું પકવતા હોય છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આવી સ્થિતિમાં જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની માહિતી સામે આવી છે. તો જણાવી દઈએ કે વરસાદની આગાહી ના પગલે તંત્ર દ્વારા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા હતા. તો તંત્રએ આ જાહેરનામામાં સાવચેતી રાખવાનું કહ્યું હતું. ખાસ કરી જિલ્લાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રહેવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને સતર્ક કરવામાં આવ્યાં હતા. પરંતુ જેઓ પહેલેથી જ રણમાં છે એમના સુધી આ સૂચના પહોંચી કે કેમ એ પણ એક પ્રશ્ન છે.

 

આ પણ વાંચો: Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 19 નવેમ્બર: પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુખદ રહેશે, પ્રેમ સંબંધોમાં પણ પરિવારની મંજૂરી મળવાથી માનસિક શાંતિ મળશે

Published On - 7:16 am, Fri, 19 November 21

Next Article