Surendranagar: કુતરાને બચાવવામાં 2 લોકોએ ગુમાવ્યા જીવ, નાળામાં ખાબકી ગાડી

|

Sep 15, 2021 | 8:40 PM

Surendranagar: સાયલા-ચોટીલા નેશનલ હાઇ-વે પર એક કાર નાળામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો. આ કાર ખાબકતાં ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા.

સુરેન્દ્રનગરથી દુર્ઘટનાના બનાવના સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હાલાકી છે તો બીજી તરફ અકસ્માતોનો સિલસિલો રોકાવાનું નામ નથી લઇ રહ્યો. સુરેન્દ્રનગરમાં આજે એવી ઘટના બની જેના કારણે વાતાવરણ શોકગ્રસ્ત બન્યું.

સાયલા-ચોટીલા નેશનલ હાઇ-વે પર એક કાર નાળામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો. આ કાર ખાબકતાં ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા. અકસ્માતમાં જીવ ઘુમાવનાર બે લોકોમાં એક સુરેન્દ્રનગર નગર નિયોજન કચેરીના કર્મચારી અને બીજા વ્યક્તિની ઓળખ તેમના ડ્રાઇવર તરીકે થઇ છે. બંનેના ઘટના સ્થળે જ મોત થઈ ગયાં. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કાર ચોટીલાથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી ત્યારે ઢેઢુંકી ગામના પાટિયા પાસે રસ્તામાં શ્વાન આડું આવતાં કાર નાળામાં ખાબકી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 

આ પણ વાંચો: Saurashtra: ભારે વરસાદની યાતાયાત પર અસર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આટલી ST બસોના રૂટ કેન્સલ

આ પણ વાંચો: JAMNAGAR : ભારે વરસાદને કારણે જામનગરની જીવાદોરી સમાન સાસોઈ ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં આનંદ

Next Video