સુરતીઓ ફરી સાબિત થયા દાનવીર, લોકડાઉન બાદ હૃદય, લીવર, ફેફસાં અને કિડની દાનની ત્રીજી ઘટના

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૮માં હ્રદય અને ફેફસાંનાં દાનની ત્રીજી ઘટના સામે આવી છે. કોરોના અને લોકડાઉનમાં પણ સુરતીઓએ પોતાનું ખમીર બતાવ્યું છે. અને અંગદાનમાં આગળ આવીને અન્યોને નવજીવન આપ્યું છે. કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી […]

સુરતીઓ ફરી સાબિત થયા દાનવીર, લોકડાઉન બાદ હૃદય, લીવર, ફેફસાં અને કિડની દાનની ત્રીજી ઘટના
| Edited By: | Updated on: Oct 01, 2020 | 3:27 PM

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૮માં હ્રદય અને ફેફસાંનાં દાનની ત્રીજી ઘટના સામે આવી છે. કોરોના અને લોકડાઉનમાં પણ સુરતીઓએ પોતાનું ખમીર બતાવ્યું છે. અને અંગદાનમાં આગળ આવીને અન્યોને નવજીવન આપ્યું છે.

કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીની ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવ્યું છે.  જ્યારે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ૬૧ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું. આ બંને ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીમાં નિયમાનુસાર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યારસુધી 369 કિડની, 150 લીવર, 7 પેન્ક્રીઆસ, 28 હૃદય, 6 ફેફસાં અને 272 ચક્ષુઓ કુલ 832 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 766 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

આ પણ વાંચોઃસુરતીઓ દિલ સે.. હ્રદય ડોનેટ કરવામાં સુરતીઓ સૌથી આગળ, વાંચો કેટલા લોકોનાં હ્રદયમાં જીવે છે સુરતીઓ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો