ડાયમંડ બુર્સ સુરતમાં જ કેમ બનાવવામાં આવ્યું ? જાણો સુરત હીરા ઉદ્યોગનું હબ કેવી રીતે બન્યું

જ્યારે પણ હીરાની વાત આવે, ત્યારે સૌથી પહેલા આપણા મગજમાં સુરત શહેર આવે છે. 1960ના દાયકાની શરૂઆતથી આ શહેર વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગનું હબ રહ્યું છે. સુરત સમગ્ર વિશ્વમાં હીરાના પોલિશિંગ, કટિંગ અને ક્રાફ્ટિંગ માટેનું સૌથી મોટું બજાર છે. ત્યારે આજે અમે તમને સુરતમાં હીરા ઉદ્યોગની શરૂઆતથી ડાયમંડ બુર્સ સુધીની સફર વિશે જણાવીશું.

ડાયમંડ બુર્સ સુરતમાં જ કેમ બનાવવામાં આવ્યું ? જાણો સુરત હીરા ઉદ્યોગનું હબ કેવી રીતે બન્યું
Diamond Bourse
| Updated on: Apr 11, 2024 | 2:44 PM

તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ એટલે કે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને પછાડીને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ બની ગઈ છે. ત્યારે આ ડાયમંડ બુર્સનું નિર્માણ સુરતમાં જ કેમ કરવામાં આવ્યું તેમજ સુરત હીરા ઉદ્યોગનું એપી સેન્ટર કેવી રીતે બન્યું તે અંગે વિસ્તારથી આ લેખમાં જાણીશું. સુરતમાં હીરા ઉદ્યોગની શરૂઆત જ્યારે પણ હીરાની વાત આવે, ત્યારે આપણા મગજમાં સુરત શહેર પહેલા આવે છે. 1960ના દાયકાની શરૂઆતથી આ શહેર વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગનું હબ રહ્યું છે. સુરત સમગ્ર વિશ્વમાં હીરાના પોલિશિંગ, કટિંગ અને ક્રાફ્ટિંગ માટેનું સૌથી મોટું બજાર છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં હીરાની પ્રથમ ઓળખ અને ખાણકામ એવા સ્થળોએ કરવામાં આવ્યું હતું જ્યાં ઘણી સદીઓ પહેલા પેન્નાર, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના કિનારે કાંપવાળા પથ્થરના ઘણા બધા ભંડાર મળી આવ્યા હતા. જો કે, સુરતમાં હીરા ઉદ્યોગની શરૂઆત ત્યારે થઈ જ્યારે 1900ના દાયકાની શરૂઆતમાં એક સ્થાનિક વેપારીએ પૂર્વ આફ્રિકાથી...

Published On - 5:19 pm, Mon, 8 April 24

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો