Weather Update : અમદાવાદ સહિત સૌરાષ્ટ્રવાસીઓએ આજે ગરમી સહન કરવી પડશે , જાણો તમારા શહેરમાં કેવો છે હવામાનનો મિજાજ

|

Oct 05, 2022 | 1:29 PM

ગુજરાતમાં (Gujarat)  સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છતાં અમુક શહેરોમાં હજુ પણ છુટો-છવાયો વરસાદ પડી રહ્યો છે. તો સૌરાષ્ટ્ર સહિત અમદાવાદમાં આજે ગરમીનો પારો વધશે.

Weather Update : અમદાવાદ સહિત સૌરાષ્ટ્રવાસીઓએ આજે ગરમી સહન કરવી પડશે , જાણો તમારા શહેરમાં કેવો છે હવામાનનો મિજાજ
Gujarat Weather

Follow us on

ગુજરાતમાં (Gujarat)  સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે. જો કે અમુક શહેરોમાં હજુ પણ છુટો-છવાયો વરસાદ પડી રહ્યો છે.તો સૌરાષ્ટ્ર સહિત અમદાવાદમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે.જો વિગતે વાત કરીએ તો 05 ઓક્ટોબરે જો ઉતર ગુજરાતમાં (North gujrat) અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે.તેમજ ગરમીનો પારો વધવાથી બફારાનો અનુભવ થશે.અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. તેમજ દિવસ દરમિયાન 49 ટકા ભેજ રહેશે.ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. તેમજ દિવસ દરમિયાન 49 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તો આણંદમાં (Anand) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 37 રહેશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે.

સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતવારણ રહેશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજદક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ શહેરીજનોને ગરમીનો અનુભવ થશે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 38 નોંધાશે. તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે.જ્યાં બફારાનો અનુભવ થશે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.

સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો વધશે

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 36 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન 58 ટકા ભજવાળુ વાતાવરણ રહેશે, ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન ભેજ 55 ટકા રહેશે. તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે, તેમજ 64 ટકા ભાજવાળુ વાતાવરણ રહેશે.તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 રહેશે તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે.જ્યારે દિવસ દરમિયાન ગરમીનો પારો વધશે .

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

દક્ષિણ ગુજરાતમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન 71 ટકા ભેજ જોવા મળશે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે, તેમજ શહેરીજનોને બફારાનો અનુભવ થશે .પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભેજવાળુ વાતાવરણ રહેશે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 38 નોંધાશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 35 નોંધાશે. તેમજ બફારાનુ પ્રમાણ વધશે, જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 37 નોંધાશે, તો વાદળછાયુ વાતાવરણ રહેશે. તો વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન 74 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Published On - 6:40 am, Wed, 5 October 22

Next Article