VNSGU : 400 અને 600 રૂપિયા લઈને પણ ફ્રેમના બદલે ફોલ્ડરમાં જ પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે

|

Feb 18, 2022 | 8:57 AM

આ ઉપરાંત યુનિવર્સટી સંલગ્ન કોલેજોમાં લેવાતી ઓનલાઇન પરીક્ષામાં હાલાકીની સમસ્યા પણ યથાવત રહેવા પામી છે. 10 મહિના બાદ પણ હાલાકી યથાવત હોય વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કોલેજના આચાર્યોની મૂંઝવણ વધી ગઈ છે.

VNSGU : 400 અને 600 રૂપિયા લઈને પણ ફ્રેમના બદલે ફોલ્ડરમાં જ પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે
Even with Rs.400 and Rs.600, degree certificate will be given in folder instead of frame(File Image )

Follow us on

વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી(VNSGU)  દ્વારા આગામી પદવીદાન સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને (Students ) સરખા પદવી પ્રમાણપત્રો (Certificate )એનાયત કરવામાં આવશે . 400 રૂપિયા લઇને ફ્રેમવાળા પદવી પ્રમાણપત્રને બદલે ફોલ્ડરમાં જ ડિગ્રી આપવામાં આવશે . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 26 મી ફેબ્રુઆરીના રોજ પદવીદાન સમારંભ યોજાશે .

યુનિવર્સિટીના કુલપતિ ડો . કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અંદાજે 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે . જેમાં 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ 225 રૂપિયા ફી ભરી છે . તેઓને ફોલ્ડર વગર 225 રૂપિયા ફી વાળાને સાદી ટપાલ અને 600 રૂપિયા ફી વાળાને વીમાવાળું કુરિયર કરાશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 26 તારીખે વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે .

જે વિદ્યાર્થીઓએ 225 રૂપિયા ભર્યા છે . પણ તેઓ રૂબરૂમાં પદવી પ્રમાણપત્ર લેવા માટે આવશે નહીં , તો તેઓને સાદી ટપાલ દ્વારા મોકલવામાં આવશે . જ્યારે જે વિદ્યાર્થીઓએ 600 રૂપિયા ફી ભરી છે . તેવા વિદ્યાર્થીઓને વીમા વાળા કુરિયર દ્વારા પ્રમાણપત્ર મોકલવામાં આવશે . પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે .

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જ્યારે બાકીના વિદ્યાર્થીઓ કે જેઓએ 400 રૂપિયા અને 600 રૂપિયા ફી ભરી તેઓને ફોલ્ડરમાં પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે . તમામ વિદ્યાર્થીઓને એકસરખી ગુણવત્તાવાળા પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે . અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા 225 રૂપિયા સાદા કાગળવાળા પદવી પ્રમાણપત્રો અને 400 રૂપિયા ફોટો ફ્રેમવાળા પ્રમાણપત્ર માટે અને 600 રૂપિયા ફોટો ફ્રેમવાળા પદવી પ્રમાણપત્રો વીમા સાથે કુરિયર કરવા માટે લેવામાં આવ્યા હતા .

આ ઉપરાંત યુનિવર્સટી સંલગ્ન કોલેજોમાં લેવાતી ઓનલાઇન પરીક્ષામાં હાલાકીની સમસ્યા પણ યથાવત રહેવા પામી છે. 10 મહિના બાદ પણ હાલાકી યથાવત હોય વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કોલેજના આચાર્યોની મૂંઝવણ વધી ગઈ છે. ગુરુવારે પણ લેવાયેલી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષામાં લોગીન ન થવાતા વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવાની નોબત આવી હતી.

નોંધનીય છે કે હવે યુનિવર્સીટી દ્વારા તમામ કોલેજોમાં શૈક્ષણિક કામગીરી ઓફલાઈન કરવાનો આદેશ કરાયો છે. ત્યારે પરીક્ષાઓ હજી પણ ઓનલાઇન લેવામાં આવી રહી છે તેને લઈને અનેક તર્ક વિતર્કો પણ થઇ રહ્યા છે. એટલું જ નહીં અનેક છબરડાઓ છતાં પણ ઓનલાઇન પરીક્ષાનો મોહ કેમ રાખવામાં આવી રહ્યો છે, તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો :

Smart City : સુરતને સ્માર્ટ સીટી બનાવવા 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે

Surat Airport : સુરત એરપોર્ટ વિસ્તરણને લઈને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક મળી, પેરેલલ રન વે બનાવવાના કામમાં ઓએનજીસીની પાઇપલાઇનનો અવરોધ

Next Article