Suratનું ગ્રીન કવર વધારવા હવે પાલિકા રોપા વહેંચવા ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્વીકારશે

|

Jun 10, 2021 | 11:59 PM

આપણે જાણીએ છીએ તેમ તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone)માં સુરત (Surat)માંથી 300થી પણ વધુ વૃક્ષો (Tree) જડમૂળથી ધરાશાયી થયા હતા. જ્યારે બીજા 300 વૃક્ષોની ડાળીઓ તૂટવાને કારણે નુકશાન થયું હતું. આ વૃક્ષોના લાકડાને સ્મશાનગૃહમાં આપવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. પરંતુ પર્યાવરણના આ નુકશાન સામે પાલિકાએ 1 વૃક્ષની સામે બીજા 3 વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કર્યો છે અને […]

Suratનું ગ્રીન કવર વધારવા હવે પાલિકા રોપા વહેંચવા ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્વીકારશે

Follow us on

આપણે જાણીએ છીએ તેમ તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone)માં સુરત (Surat)માંથી 300થી પણ વધુ વૃક્ષો (Tree) જડમૂળથી ધરાશાયી થયા હતા. જ્યારે બીજા 300 વૃક્ષોની ડાળીઓ તૂટવાને કારણે નુકશાન થયું હતું. આ વૃક્ષોના લાકડાને સ્મશાનગૃહમાં આપવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. પરંતુ પર્યાવરણના આ નુકશાન સામે પાલિકાએ 1 વૃક્ષની સામે બીજા 3 વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કર્યો છે અને તેના માટે વૃક્ષારોપણ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

 

પર્યાવરણ દિવસે પણ સુરત મનપા દ્વારા પાલિકાએ અલગ અલગ ઝોનમાં રોપા વિતરિત કર્યા હતા. ત્યારે એક નવતર પ્રયોગના ભાગરૂપે હવે પાલિકાએ પોતાની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી પણ લોકો સુધી આ રોપા પહોંચાડવાનું નકકી કર્યું છે. 15 સપ્ટેબર સુધી સુરતીઓ પાલિકાની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરીને અલગ અલગ ઝોનમાં આવેલા ઉદ્યાનોમાંથી આ રોપા મેળવી શકશે. સવારે 9થી સાંજે 5 દરમ્યાન આ રોપા મેળવી શકાશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઝોન                                     સ્થળ

વરાછા                          મહારાણા પ્રતાપ ઉદ્યાન નાના વરાછા

કતારગામ                     ડો.શ્યામાપ્રસાદ લેક કાંસાનગર

રાંદેર                             સ્નેહ રશ્મી બોટોનિકલ ગાર્ડન ઉગત

અઠવા                          જવાહલલાલ નહેરૂ ઉદ્યાન

ઉધના                           ભેસ્તાન ઉદ્યાન

લિંબાયત                   ડીંડોલી છઠ સરોવર ઉદ્યાન

 

આ પણ વાંચો: Khelo India Youth Games 2021 : ખેલો ઇન્ડિયામાં આ વર્ષે 18 વર્ષ સુધીના ખેલાડીઓને પ્રવેશ, 5 ભારતીય રમતોનો સમાવેશ કરાયો

Next Article