સુરતમાં કામરેજ વિસ્તારમાં દર ચોમાસાએ પાણી ભરાવાની વિકટ સમસ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન અહીં સર્વિસ રોડ તેમજ આસપાસની 20 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી રહે છે. આ પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે હાલ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. એકતરફ આકાશમાંથી સૂરજ અંગારા વરસાવી રહ્યો છે અને અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવી સ્થિતિમાં શ્રમિકો દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઈ રહી છે. ત્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ શ્રમિકોની મુલાકાત લીધી હતી. તેમને ઠંડુ પાણી પીવડાવી શાલ ઓઢાડી તેમને સન્માનિત કર્યા હતા. આ સાથે તેમણે ડ્રેનેજ લાઈનનું કામગીરીનું નિરીક્ષણ પણ કર્યુ હતુ. આકરા તાપ વચ્ચે શ્રમિકોની કામગીરીને બિરદાવી હતી.
આ તકે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ હતુ કે હાલ બપોરનો સમય છે અને ગરમી ખૂબ પડી હી છે ત્યારે આવી ગરમીમાં પણ શ્રમિકો અહીં કામગીરી રહ્યા છે. દેશનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. આ વિકાસ પાછળ આ માતાઓ, બહેનો અને ભાઈઓની દિવસરાતની મહેનત લાગેલી છે. ત્યારે દેશ તેજ ગતિએ વિકાસ કરતો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ સંવેદના છે કે અંત્યોદય સુધી પ્રત્યેક વ્યક્તિને સન્માન મળે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મારા દેશના વિકાસમાં આવા હજારો નહીં લાખો પરિવારો કામગીરી કરતા હોય ત્યારે અહીં તેમનુ સન્માન કરવાનો મોકો મળ્યો છે. તેનો મને ગર્વ છે. વધુમાં પ્રફુલ પાનસેરિયાએ ઉમેર્યુ કે આ લોકોનું સન્માન કરતા હું હર્ષ અને ગર્વની લાગણી અનુભવુ છુ.
આ અગાઉ પ્રયાગરાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સફાઈકર્મીઓના પગ ધોઈ તેમનુ સન્માન કર્યુ હતુ. પીએમ મોદીએ સફાઈ કામદારોના યોગદાનથી કુંભની ઓળખ સ્વચ્છ કુંભ તરીકે થઈ છે, દિવ્ય કુંભને ભવ્ય કુંભ બનાવવામાં સૌથી મોટુ યોગદાન સફાઈ કર્મીઓનુ રહ્યુ છે. કુંભમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે તે મોટી જવાબદારી હતી. પીએમ મોદીએ સફાઈ કામદારોનું સન્માન કરી સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બનાવી દીધો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો